હાથરસ હાહાકારઃ ભાગદોડ મુદ્દે ઉત્તર પ્રદેશ પોલીસે કર્યા મોટા ખુલાસા
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં ધાર્મિક કાર્યક્રમ વખતે થયેલી ભાગદોડમાં 121 લોકોનાં મોત થયા હતા, જેમાં 112 મહિલાનો સમાવેશ થયો હતો. આ કેસમાં પોલીસ પ્રશાસન દ્વારા કાર્યવાહી કરતા છ જણની ધરપકડ કરવા સાથે અનેક ખુલાસા કરવામાં આવ્યા હતા.
હાથરસમાં થયેલી ભાગદોડના કેસમાં 121 લોકો માર્યા ગયા હતા, જેમાં તમામ મૃતકની ઓળખ કરવામાં આવી છે, જ્યારે તેમના પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યા છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 126 (2), 223 અને 238 અન્વયે કેસ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.
મુખ્ય આરોપીના નામે એક લાખનું ઈનામ જાહેર
આઈજી શલથ માથુરે કહ્યું હતું કે મુખ્ય આરોપી મધુકર પર એક લાખ રુપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય સેવકોની આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. હાથરસ ભાગદોડ કેસમાં અલીગઢ આઈજી શલબ માથુરે જણાવ્યું હતું કે ઘટનામાં ચાર પુરુષ અને બે મહિલા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ તમામ લોકો આયોજન સમિતિના સભ્ય છે અને સેવાદાર તરીકે કામકાજ કરે છે. આ બનાવ પછી તમામ લોકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. મુખ્ય આરોપી પ્રકાશ મધુકરની નામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવામાં આવશે, જ્યારે કોઈ ષડયંત્ર હેઠળ તો ઘટના બની નથી એની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
ભોલેબાબાના નામે ક્રિમિનલ હિસ્ટ્રીની તપાસ ચાલુ
હાથરસ ભાગદોડ કેસમાં બાબા નારાયણ ઉર્ફે હરિ ઉર્ફે વિશ્વહરિ ભોલે બાબાના ક્રિમિનલ હિસ્ટ્રી અંગે જાણકારી મળી છે, જ્યારે તેમની મંજૂરી વિના કાર્યક્રમ કરવામાં આવ્યો નહોતો. જોકે, જરુર પડી તો ભોલે બાબાની પણ પૂછપરછ કરવામાં આવશે.
એફઆઈઆરમાં નારાયણ સાકારનું નામ નથી. જોકે, કાર્યક્રમની આયોજનની જવાબદારી આયોજકની છે. આયોજકનું નામ એફઆઈઆરમાં છે. આયોજક ફરાર છે, જ્યારે તેના નામે એક લાખ રુપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ બનાવ બન્યો ત્યારે સેવાદાર દ્વારા ભીડને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Also Read –