T20 World Cup 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Team India સાથેની મુલાકાત પછી પીએમ મોદીએ શૅર કરી પોસ્ટમાં શું લખ્યું?

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ગુરુવારે વહેલી સવારે બાર્બેડોઝથી પાટનગર દિલ્હી આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળવા ગયા હતા. એ મુલાકાત બાદ પીએમ મોદી વતી ટીમ ઇન્ડિયા માટે સોશિયલ મીડિયા પર સ્પેશિયલ પોસ્ટ શૅર કરવામાં આવી હતી.

વડા પ્રધાન ખેલાડીઓ સાથે તેમના પરિવારજનોને પણ મળ્યા હતા. કૅપ્ટન રોહિત શર્મા અને હેડ-કોચ રાહુલ દ્રવિડે પીએમ મોદીના હાથમાં ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી સોંપી હતી. ટીમ ઇન્ડિયા આ વર્લ્ડ કપ ટ્રોફી જીતીને લાવ્યા એ બદલ પીએમ મોદીએ ગર્વ અનુભવ્યો હતો.

પીએમ મોદીએ એક્સ હૅન્ડલ પર બે ફોટો શૅર કર્યા હતા. એ તસવીર ભારતીય ટીમ સાથેની મુલાકાત દરમ્યાનની હતી. મોદીએ ટીમ ઇન્ડિયા માટે લખ્યું, ‘ચૅમ્પિયનો સાથે અવિસ્મરણીય મુલાકાત થઈ. વર્લ્ડ કપ વિજેતા ટીમનું 7, લોક કલ્યાણ માર્ગ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. એ મુલાકાત દરમ્યાન અમારી વચ્ચે યાદગાર વાતો થઈ.’

વડા પ્રધાને પ્રત્યેક ખેલાડી સાથે વાતચીત કરી હતી અને ક્યારેક બધા વચ્ચે હળવી રમૂજ પણ થઈ હતી.
બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની તથા સેક્રેટરી જય શાહે વડા પ્રધાન મોદીને ટીમ ઇન્ડિયાની જર્સી સોંપી હતી. એ જર્સી પર નંબર-1 હતો અને એના પર ‘નમો’ લખ્યું હતું.

ભારતીય ક્રિકેટ બોર્ડે પીએમ મોદીનો આભાર માનતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. ચૅમ્પિયન ખેલાડીઓ મુંબઈ આવ્યા એની થોડી વાર પહેલાં જ તેમની મરીન ડ્રાઇવથી વાનખેડે સુધીની વિજયી-પરેડ માટેની ઓપન બસને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત