બુધવારે મામેરું ફંક્શન બાદ આજે કેમ દિલ્હી પહોંચ્યા Mukesh Ambani?
હજી તો બુધવારના થયેલાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના મામેરું ફંક્શન (Anant Ambani-Radhika Merchant Mameru Function)ના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે મુકેશ અંબાણી (Businessman Mukesh Ambani) દિલ્હી જનપથ પહોંચી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, એટલું જ નહીં પણ તેમણે રાહુલ ગાંધી (Mukesh Ambani Meeting Rahul Gandhi)ની મુલાકાત પણ લીધી છે.
હવે તમે તમારા મગજના ઘોડા વધારે દોડાવો એ પહેલાં તમને જણાવી દેવાનું કે મુકેશ અંબાણી અનંત અને રાધિકાના લગ્નનું આમંત્રણ આપવા દિલ્હી પહોંચ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે સોનિયા ગાંધી હાલમાં રાજ્યસભામાં સાંસદ છે અને કોંગ્રેસના સંસદીય દળનાં અક્ષ્ય પણ છે.
12મી જુલાઈના મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન છે. મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાનારા આ લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનો હાજરી આપશે. આ માટે ખુદ અંબાણી પરિવારના સભ્યો આમંત્રણ આપવા જઈ રહ્યા છે. આ પહેલાં 26મી જૂનના મુકેશ અંબાણી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદીના શરદ પવારને પણ આમંત્રણ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ ગ્રાન્ડ વેડિંગ સેરેમની (Anant Ambani-Radhika Merchant Grand Wedding Ceremony) 12મી જુલાઈના મુંબઈમાં આવેલા મુકેશ અંબાણીના વર્લ્ડ જિયો સેન્ટર ખાતે યોજાશે. 13મી જુલાઈના શુભ આશિર્વાદ સમારોહ અને 14મી જુલાઈના ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.