ફ્લાઈટમાં મહિલાએ કર્યું કંઈક એવું કે… સાથે પ્રવાસ કરી રહેલાં પેસેન્જર્સ મૂકાયા શરમમાં…

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા, લાઈક્સ અને કમેન્ટ્સ મેળવવા માટે કોઈ પણ હદ સુધી પહોંચી જાય છે. ઘણી વખત તો રીલ્સ બનાવવા માટે લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાએ ફ્લાઈટમાં એવી હરકત કરી હતી કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ વીડિયો જોઈને નેટિઝન્સ ગુસ્સે ભરાયા છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું આ મહિલાએ…
વાત જાણે એમ છે કે મહિલાએ ફ્લાઈટમાં જ ડાન્સ કરીને રીલ બનાવવાનું શરૂ કરી દીધું હતું. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે કાળા રંગની સાડી પહેરેલી મહિલાએ ઈન્ડિગોની ફ્લાઈટમાં ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તેણે આ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર salma.sheikh9216 નામની આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Biharમાં એક પછી એક બ્રિજ તૂટી પડવાની ઘટના પહોંચી સુપ્રીમ કોર્ટ
ફ્લાઈટમાં હાજર અન્ય પ્રવાસીઓ પણ મહિલાની આ હરકત જોઈને એકદમ ચોંકી ઉઠે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1.7 મિલિયનથી વધુ લોકોએ જોયો છે અને 16,000થી વધુ લોકોએ તેને લાઈક પણ કર્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર નેટિઝન્સ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
કેટલાક લોકો આ વીડિયો પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને કમેન્ટ કરતાં લખ્યું છે કે હેલો, તમારી સાથે પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓને હેરાન કરવાનું બંધ કરો, આ તમારું ઘર નથી. જ્યારે બીજા એક યુઝરે તો લખ્યું છે કે અન્ય પ્રવાસીઓને ખૂબ શરમમાં મૂકાઈ ગયા હતા. આ તમારી પ્રાઈવેટ ફ્લાઈટ નથી.