મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

OMG, Isha Ambani, Nita Ambani પણ પાછળ મૂકી Familyના આ ખાસ સદસ્યોએ લીધી Special Entry…

બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Buinessman Mukesh Ambani And Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્નના ફંક્શનની શરુઆત થઈ ગઈ છે અને આખો અંબાણી પરિવાર ફંક્શનની એન્જોય કરી રહ્યો છે. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ લગ્નની તૈયારીઓ પણ જોર પકડી રહી છે.

બુધવારે અનંત અને રાધિકાની મામેરું સેરેમની સંપન્ન થઈ અને આ સેરેમનીમાં અંબાણી પરિવારની લેડિઝ ગેન્ગને અંબાણી પરિવારના જ કેટલાક ખાસ સદસ્યોએ ટક્કર આપી છે. સોશિયલ મીડિયા પર આ સભ્યોના ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે લોકો તેમનો ખાસ લૂક જોઈને એકદમ ખુશ થઈ ગયા છે. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવી જ દઈએ કોણ છે આ સદસ્ય…

બુધવારે મામેરૂ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું બધાએ થીમ પ્રમાણે જ કપડાં પહેર્યા હતા એકથી ચઢિયાતી એક અતરંગી ફોટાઓ સામે આવી રહ્યા છે. પરંતુ આ તસવીરોમાં જ એક તસવીર એવી છે કે જેણે બધાનું ધ્યાન ખેંચી લીધું હતું. તસવીરોમાં અંબાણી પરિવારના ખાસ સદસ્ય એવા પેટ ડોગ્ઝ જોવા મળ્યા હતા અને આ પેટ ડોગ્ઝના આઉટફિટ્સ અને લૂકની સામે તો ઉપસ્થિત મહેમાનોના લૂક ઝાંખા પડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: અંબાણી પરિવારમાં ઉજવણી શરૂ, પીંક ઓરેન્જ ડિઝાઇનર લહેંગામાં રાધિકાએ લાઇમલાઇટ ચોરી લીધી

થીમ પ્રમાણે આ સ્પેશિયલ ગેસ્ટને પણ પિંક અને ઓરેન્જ કલરના આઉટફિટ પહેર્યા હતા અને ત્યાં હાજર સૌ કોઈની નજર આ પેટ્સ પર ખોડાઈ ગઈ હતી. બીજા શબ્દોમાં કહીએ તો મોંઘાદાટ ડિઝાઈનર આઉટફિટ્સ પર આ પેટ ડોગ્સની ક્યૂટનેસ ભારે પડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ (Anant Ambani- Radhika Merchant Engagement Ceremony)માં પણ આ પેટ ડોગ્સ જ રિંગ લઈને આવ્યા હતા. એ સમયે પણ તેમણે પોતાના સ્પેશિયલ અપિયરન્સથી લાઈમલાઈટ ચોરી લીધી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત