અનંત-રાધિકાના લગ્ન સમારોહમાં આ આંતરરાષ્ટ્રીય સ્ટાર કરશે પરફોર્મ
મુંબઇઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં પ્રભુતામાં પગલાં માંડશે. Encore Healthcare Pvt Ltdના CEO વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણી લગ્ન કરી રહ્યા છે. ચાહકો લગ્ન સમારંભની દરેક વિગતો જાણવા આતુર છે. આ કાર્યક્રમ માટે વિશ્વભરમાંથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. રાધિકા અને અનંતના સંગીત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પોપ સિંગર Justin Bieber પરફોર્મ કરવા જઈ રહ્યા છે.
કેનેડિયન સિંગર જસ્ટિન બીબર રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન સંગીતમાં પરફોર્મ કરવા માટે મુંબઈ પહોંચી ગયા છે. ગુરુવારે સવારે જસ્ટિન બીબર મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. તેની કારના ટોળાના વિડીયો પાપારાઝીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
આ વીડિયોમાં કારનો કાફલો જોવા મળી રહ્યો છે, પરંતુ તેમાં જસ્ટિન બીબરની કોઈ ઝલક જોવા મળી નહોતી. એરપોર્ટથી હોટલ સુધી તેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. જસ્ટિન બીબરે અનંત રાધિકાના કોન્સર્ટમાં પરફોર્મ કરવા માટે મોટી રકમ વસૂલી હોવાની પણ અફવા છે.
જસ્ટિન બીબર પોતાના અવાજના કારણે દુનિયાભરમાં લોકપ્રિય છે. તેઓ વિશ્વના સૌથી સફળ ગાયકોમાંના એક છે. આ કેનેડિયન પોપ સિંગરે માત્ર 30 વર્ષની ઉંમરે વિશ્વભરમાં જે સ્થાન હાંસલ કર્યું છે તે હાંસલ કરવું દરેકના હાથમાં નથી. જસ્ટિન બીબરના ગીત ‘બેબી’થી ભારતમાં અંગ્રેજી ગીતોનો ટ્રેન્ડ શરૂ થયો હતો. જેઓ અંગ્રેજી નથી જાણતા તેમના હોઠ પર પણ આ ગીત હતું. જસ્ટિનના ગીતોનો આખી દુનિયામાં ક્રેઝ છે. જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન યોજાયેલા અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં દેશ-વિદેશના અનેક મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. આ પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં હોલીવુડસિંગર રીહાન્નાએ પરફોર્મ કર્યું હતું.
રિહાન્ના વિશ્વની સૌથી મોંઘી કલાકારોમાંની એક છે. રિહાન્નાએ પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરવા માટે મોટી રકમ ચાર્જ કરી હતી. જામનગરની ઉજવણી બાદ, જૂનમાં ક્રૂઝ પાર્ટીમાં ધ બેકસ્ટ્રીટ બોયઝ, પીટબુલ અને ઇટાલિયન ઓપેરા ગાયક એન્ડ્રીયા બોસેલી દ્વારા પર્ફોર્મન્સ દર્શાવવામાં આવ્યું હતું, જેમણે પોર્ટોફિનોના ઇટાલિયન ટાપુ પર પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું.
નીતા અને મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંતના લગ્ન ઉત્સવની શરૂઆત 29 જૂનના રોજ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે પૂજા વિધિ સાથે થઈ હતી. આ પછી બીજી જુલાઇના રોજ અંબાણી પરિવાર દ્વારા પાલઘરના 50 વંચિત યુગલ માટે રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પરિવારો એન્ટિલિયા ખાતે મામેરુ સમારોહ માટે એકઠા થયા હતા. હવે અનંત અને રાધિકાની સંગીત સેરેમની જસ્ટિન બીબરના ગ્રાન્ડ પર્ફોમન્સથી રોશન થવા જઈ રહી છે.
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરવાના છે.
Also Read –