મનોરંજન

Smriti Biswas Narang: દિગ્ગજ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસ નારંગે 100 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા

મુંબઈ: હિન્દી અને બંગાળી બંને ફિલ્મોમાં તેમની પ્રતિષ્ઠિત ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસ નારંગ(Smriti Biswas Narang) નું 100 વર્ષની વયે ગઈ કાલે બુધવારે સાંજે નાસિક રોડ પરના તેમના ઘરે નિધન થયું હતું. ગુરુવારે સવારે 10 વાગ્યે ખ્રિસ્તી વિધિ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વર્ષ 1930 થી 1960 ત્રણ દાયકાની કારકિર્દીમાં સ્મૃતિ બિસ્વાસ નારંગે સંખ્યાબંધ સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. નેક દિલ, અપરાજિતા અને મોડર્ન ગર્લમાં તેમણે અભિનય કર્યો હતો, તેમણે હિન્દી અને બંગાળી ભાષાની ફિલ્મના ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

સ્મૃતિએ 10 વર્ષની ઉંમરે બંગાળી ફિલ્મ સંધ્યામાં બાળ અભિનેત્રી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને કોલકાતામાં નિર્મિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં હેમંત બોઝની ‘દ્વંદ’ અને મૃણાલ સેનની ‘નીલ આકાશર નીચે’નો સમાવેશ થાય છે.

ત્યાર બાદ તેમણે હિન્દી ઉપરાંત મરાઠી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ગુરુ દત્ત, વી શાંતારામ, મૃણાલ સેન, બિમલ રોય, બીઆર ચોપરા અને રાજ કપૂર જેવા દિગ્ગજો દિગ્દર્શકોની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે દેવ આનંદ, કિશોર કુમાર અને અન્ય જાણીતા કલાકારો સાથે સ્ક્રિન પર અભિનય કર્યો હતો. 1960માં ફિલ્મ નિર્દેશક એસડી નારંગ સાથે લગ્ન કર્યા બાદ બિસ્વાસે અભિનયમાંથી નિવૃત્તિ લીધી હતી.

1950 ના દાયકામાં બોમ્બે આવ્યા પછી તેમણે બિમલ રોયની પહેલા આદમી, કિશોર કુમાર સાથે એઆર કારદારની ભાગમ ભાગ, ભગવાન દાદાની બાપ રે બાપ, દેવ આનંદ સાથે એએન બેનર્જીની હમસફર, ગુરુ દત્તની સૈલાબ, વી. શાંતારામની તીન બત્તી ઔર ચાર રાસ્તા, રાજ કપૂર નિર્મિત જગતે રહો, બીઆર ચોપરાની ચાંદની ચોક અને એસડી નારંગની દિલ્લી કા ઠગમાં અભિનય કર્યો હતો. તેમણે કોમેડી ઉપરાંત સામાજિક અને ઐતિહાસિક નાટકોમાં પણ કામ કર્યું હતું.

મૃત્યુ પહેલા ઘણા વર્ષોથી તેઓ નાસિકમાં ગરીબીમાં જીવન જીવતા હતા. સ્મૃતિને બે પુત્રો છે, રાજીવ અને સત્યજીત. સ્મૃતિ બિસ્વાસ ફિલ્મ ઉદ્યોગ વિશે કોઈ પણ ફરિયાદ નથી, તેઓ કહેતા કે “મને મારી કારકિર્દી દરમિયાન ખુબ આનંદ મળ્યો.”
ગઈ કાલે 3જી જુલાઈ 2024ના રોજ તેમણે આ સંસારમાંથી ચીર વિદાય લીધી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત