નેશનલસ્પેશિયલ ફિચર્સ

અંબાણી પરિવારે ગરીબ છોકરીઓને લગ્નમાં ઘર-સંસાર વસાવી આપ્યો

અંબાણી પરિવારમાં લગ્નનો માહોલ છએ. અનંત અંબાણી અને રાધિકા મરચન્ટની લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. અંબાણી પરિવારે મહારાષ્ટ્રના પાલઘરની 50 થી વધુ ગરીબ છોકરીઓના સમુહ લગ્ન કરાવીને તેમના અંતરના આશિર્વાદ લીધા છે. રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે આ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમૂહ લગ્નમાં વર-કન્યા પક્ષના 800 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ ખાસ અવસર પર નીતા અંબાણી અને મુકેશ અંબાણી તેમના પરિવારના સભ્યો સાથે હાજર રહ્યા હતા. અહીં અંબાણી પરિવારે આ સમયગાળા દરમિયાન આવા ઘણા સમૂહ લગ્નનું આયોજન કરવાનો પણ સંકલ્પ લીધો હતો.

આ પણ વાંચો…
Rajasthan: રાજસ્થાનના કૃષિ પ્રધાનનું રાજીનામું, રાજ્યના રાજકારણમાં ખળભળાટ, જાણો શું છે મામલો

સમુહ લગ્ન બાદ નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ‘આ બધા નવવિવાહિતોને જોઇને તેમને ઘણી ખુશી થઇ છે. દરેક માતાને તેમના બાળકના વિવાહની ખુશી હોય જ છે. રાધિકા અને અનંતના લગ્નની ઉજવણી આજથી જ શરૂ થઇ ગઇ છે. આ તમામ યુગલોના લગ્ન કરાવી અમે ઉજવણીની શરૂઆત કરી છે. ‘

આટલું ઓછું હોય તેમ નીતા અંબાણીએ આ દરેક યુગલને લગ્ન કરાવ્યા બાદ એક માતા ભેટ આપે એ રીતે દરેક યુગલને મંગળસૂત્ર, લગ્નની વીંટી અને નાકની વીંટી સહિત વિવિધ સોના-ચાંદીના દાગીના ભેટમાં આપ્યા હતા. આ ઉપરાંત દરેક કન્યાને લગ્નમાં ‘સ્ત્રીધન’ તરીકે એકલાખ એક રૂપિયાનો ચેક પણ ભેટમાં આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરેક દંપતીને એક વર્ષ માટેની કરિયાણા અને ઘરવખરીની વસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી હતી, જેમાં ગેસ સ્ટવ, મિક્સર, ગાદલા, વાસણો વગેરેનો સમાવેશ થતો હતો. સમુહ લગ્નમાં આવેલા તમામ લોકો માટે ભવ્ય ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન સમારોહ બાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વારાલ આદિજાતિ દ્વારા પરંપરાગત તારપા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવેલા આ શુભ કાર્યની બધા પ્રશંસા કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button