Assam Flood: આસામમાં ભયંકર પૂર, 40થી વધુ લોકોના મોત, 2800થી વધુ ગામ પ્રભાવિત
ગુવાહાટી: આસામમાં પૂર(Flood in Assam)ના કારણે સ્થિતિ વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે, અહેવાલો મુજબ પુરના કારણે રાજ્યમાં ગઈ કાલે બુધવારે જ આઠ લોકોના મોત થયા હતાં, આ સાથે કુલ મૃત્યુઆંક 46ને પાર પહોંચ્યો છે. બુધવારે સાંજ સુધીમાં આસામના 29 જિલ્લાના 2800 ગામોની કુલ 16.25 લાખ વસ્તી પૂરથી પ્રભાવિત થઈ છે.
મધ્ય આસામના નાગાંવ અને દરરંગ અને બરાક ખીણમાં કરીમગંજ જીલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા(Himanta Bishwa Sarma)એ મીડિયાને સંબોધતા કહ્યું કે અમારું ધ્યાન શક્ય તેટલી વહેલી તકે નુકસાનનું મૂલ્યાંકન કરવા પર છે જેથી 15 ઓગસ્ટ સુધીમાં અસરગ્રસ્ત લોકોને તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવે.
મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ મીડિયાને સંબોધતા કહ્યું કે અમારું ધ્યાન શક્ય તેટલી વહેલી તકે નુકસાનનું મૂલ્યાંકન કરવા પર છે જેથી 15 ઓગસ્ટ સુધીમાં અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે. તેમણે કહ્યું કે “જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે, તો અંદાજે બે દિવસમાં પૂરની સ્થિતિમાં સુધારો થશે એવી અપેક્ષા છે, પરંતુ અમારો ભૂતકાળનો અનુભવ દર્શાવે છે કે જુલાઈમાં પૂરની ત્રીજી લહેર પણ આવે છે. અમે 15 ઓગસ્ટ પહેલા લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડીશું.”
હાલ આસામમાં હાઈ એલર્ટ છે કારણ કે આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે. માહિતી મુજબ પૂરથી આસામમાં 6,00,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 46 લોકો મૃત્યુ પામ્યા છે. 2022 માં પૂરને કારણે 40 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા અને 45 લોકોના મોત થયા હતા.
પૂરના પાણીને કારણે આસામ તેમજ પડોશી બાંગ્લાદેશના કેટલાક ભાગો ગંભીર અસર થઈ છે. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે રાજ્યમાંથી વહેતી તમામ નદીઓએ ઘણી જગ્યાએ ખતરાના નિશાનને વટાવી દીધું છે અને રાજ્યના ઘણા જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંકટની સ્થિતિમાં આસામ સરકારને શક્ય તમામ મદદ કરવા જણાવ્યું છે.