નેશનલ

Groundnut Oil Price: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ડબ્બામાં આટલા રૂપિયાનો વધારો

અમદાવાદઃ પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ સહિત ખાદ્યપદાર્થ દુધ, દહી, તેલના ભાવ રોકેટની ગતીએ વધી રહ્યા છે. એવામાં ગુજરાત(Gujarat)માં છેલ્લા એક એક અઠવાડિયામાં સિંગતેલના ભાવ(groundnut oil price)માં રૂ. 70 જેટલો ઉછાળો આવ્યો છે. સિગતેલના ભાવમાં સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય પરિવારના બજેટ પર અસર થઇ છે. ભારે વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં ભાવ વધ્યો હોવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યુ છે. રાજ્યમાં હાલ સિંગતેલમાં 15 કિલોના ડબ્બાની કિંમત રૂ. 2550થી 2650 છે.

આ ભાવ વધારા અંગે વેપારીએ જણાવ્યુ હતું કે ઉનાળામાં ખાદ્યતેલનો વપરાશ ઓછો થતા તેના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ તેની સામે ઉત્તરપ્રદેશ અને ડીસામાં મગફળીની આવક પણ ઘટતા તેમજ વરસાદમાં પણ આવક બંધ થઈ જતા તેલના ડબ્બે આટલો ભાવ વધારો ઝીંકાયો છે. ત્યારે આ ભાવ વધારા અંગે ગૃહિણીઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે ઘર એક નક્કી કરેલા બજેટ પર ચાલતું હોય છે. સિંગતેલમાં ભાવ વધારાથી આ બજેટ ખોરવાઇ જાય છે. અમે સરકારને મત આપી સત્તા આપી છે, સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને ખાદ્યતેલના ભાવ વધારા પર અંકુશ રાખવો જોઈએ.

પહેલા દર વખતે પહેલા થોડો ભાવ ઘટાડવામાં આવે છે અને ત્યાર બાદ તુરંત ભાવ વધારવામાં આવે છે. સરકારની જાણે આ એક ટ્રીક હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે તેલથી માંડી પેટ્રોલ સુધી તમામ વસ્તુઓમાં આ જ સ્થિતી જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા ભાવ વધારાથી સરકાર દ્વારા વેપારીઓને ભાવ વધારા માટેનો છુટો દોર આપી દેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત