નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની (lalkrishna advani) તબિયત ફરી લથડી છે. આથી આજે મોડી સાંજે તેમને મથુરા રોડ પર આવેલી એપોલો હોસ્પિટલ ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, લાલકૃષ્ણ અડવાણીને ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે 9 વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સ્થિર છે અને તેઓ સારવાર હેઠળ છે.
જો કે આ પહેલા 26 જૂનના રોજ પણ લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડવાને કારણે મોડી રાત્રે તેમણે એઇમ્સ ખાતે (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીની યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીક મેડીસીન સહિતના વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી.
જોકે, 27 જૂનના રોજ તેમને એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. AIIMS હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.