Kiara Advaniએ Siddharth Malhotra સાથે લગ્ન કરવા લીધો Black Magicનો સહારો? જોખમમાં છે એક્ટરની જાન?
હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઉંધુ ચત્તુ વિચારો એ પહેલાં તમને કહી દઈએ કે ન તો આ કોઈ ફિલ્મની સ્ટોરી છે કે ન તો આમાં કોઈ સચ્ચાઈ છે. આ તો આવી બધી વાતો કહીને બોલીવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Bollywood Actor Siddharth Malhotra)ની એક ફેનને લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે અને હવે ખુદ મીનુ નામની આ ફેને સોશિયલ મીડિયા પર તેના ચેટના સ્ક્રીન શોટ્સ શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મીનુએ પોસ્ટ કરતાં જણાવ્યું છે સિદ્ધાર્થના એક ફેન પેજે એક્ટરની પત્ની અને બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Bollywood Actress Kiara Advani) પર ગંભીર આક્ષેપો કરતાં નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. મીનુએ પોતાની ટ્વીટમાં પોતાની વ્યથા જણાવવાની સાથે સાથે તેની સાથે ચીટિંગ કરનાર વ્યક્તિના ચેટ પણ શેર કર્યા છે. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ-
આ પન વાચો : Thappad Kand: કંગનાને થપ્પડ મારનાર મહિલાકર્મી ફરી ફરજ પર?
એક્સ યુઝર @desi_girl334એ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે પ્રિય @sidmalhotra અને ઓડિયન્સ. મારું નામ મીનુ વાસુદેવન છે અને હું અમેરિકાથી છું. એડમિન અલીઝા અને હુસ્ના પરવીન સાથે સંકળાયેલી એક ઘટના વિશે મને અહીં તમને જણાવવું છે. ઓક્ટોબર, 2023થી ડિસેમ્બર, 2023 વચ્ચે તેમણે મારી પાસેથી 50 લાખ રૂપિયા લીધા છે અને 18-24 ઓક્ટોબર વચ્ચે તેમણે મારી યુકેમાં રહેતી એક ફ્રેન્ડ મારિયા પાસેથી પણ 10.5 હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે. આ દરમિયાનની ચેટના કેટલાક પુરાવાઓ હટાવી દેવામાં આવ્યા છે, પણ મારી સબૂત તરીકે કેટલી મહત્ત્વની વસ્તુઓ છે.
બીજી ટ્વીટમાં તેમણે અલીઝા સામે આક્ષેપ કરતાં લખ્યું છે કે તેણે મને ખોટી વાર્તાઓ સંભળાવી. કિયારાના કારણે સિડના જીવને જોખમ હોવાનો દાવો પણ તેણે કર્યો હતો. એટલું જ નહીં કિયારાએ જ સિદ્ધાર્થને લગ્ન માટે મજબૂર કર્યો હોવાનું પણે તેને જણાવવામાં આવ્યું હતું. કિયારાએ સિડને મારવાની ધમકી પણ આપી હતી. આ સિવાય કિયારાએ તેના બીજા કો-સ્ટાર્સ સાથે મળીને સિદ્ધાર્થને ધોખો આપ્યો છે અને કાળો જાદુ કર્યો છે.
આગળ તેણે પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે આ સિવાય તેણે અને ધર્મા ક્રુએ તેના બેંક એકાઉન્ટ પર કબજો કરી લીધું છે અને ધમકી આપી છે કે જો તે ચેકબુક અને બેંકનો પાસવર્ડ નહીં આપે તો તેઓ તેને અને તેના પરિવારને મારી નાખશે. અલિઝાએ મને સિડને બચાવવા માટે અપીલ કરી અને તેના નકરી પીઆર ટીમના સભ્ય દિપક દૂબે સાથે મળાવ્યો.
મીનુએ ટ્વીટમાં એવું પણ કહ્યું છે કે મેં અંદરની માહિતી મેળવવા અને સિડ સાથે વાત કરવા માટે પૈસા આપવાનું ચાલું કર્યું. સિડ માટે ત્રણ ગિફ્ટ હેમ્પર્સ ખરીદવામાં આવ્યા અને જે ફોટોશોપ કરવામાં આવ્યા હતા. આ સિવાય સિડને બચાવવા માટે મારી પાસેથી 50 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
મીનુએ શેર કરેલાં ચેટ્સના સ્ક્રીનશોટમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે સ્કેમર્સે તેમને સિડને બચાવવા માટે દર થોડા સમયે પૈસાની માગણી કરી છે.