નેશનલસ્પેશિયલ ફિચર્સ

Panipuri Lover’s માટે આવ્યા Bad News, જો તમે પણ ખાતા હોવ તો…

બેંગ્લોરઃ ભારતના નેશનલ સ્ટ્રીટ ફૂડનો ખિતાબ જો કોઈને આપવો હોય તો તે બેશક પાણીપુરી (Panipuri)ને જ જશે અને જાય પણ કેમ નહીં? પાણીપુરી છે જ એટલી ચટપટી, ચટાકેદાર કે નાના-મોટા સૌને ભાવે છે. જો તમને પણ પાણીપુરી ભાવે છે તો આ સમાચાર તમારા માટે જ છે. ભારતના કર્ણાટકથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે કે અહીં વેચાઈ રહેલાં પાણીપુરીમાં કેન્સર જેવી જીવલેણ બીમારી ફેલાવતા ઝેરી રસાયણો જોવા મળ્યા છે. આ માહિતી મળતાં જ કર્ણાટક સરકાર એકદમ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને આ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે અને જો જરૂર પડશે તો પાણીપુરી વેચવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવશે.

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડાર્ડ ઓથોરિટી ઓફ ઓફ ઈન્ડિયા (Food Safety and Standards Authority of India) દ્વારા કરાયેલી તપાસમાં 260 જગ્યા પરથી એકઠા કરેલાં પાણીપુરીના પાણીના નમૂનામાંથી 41 નમૂનામાં હાનિકારક રંગ અને કેન્સર જેવી જીવલેણ બીમારી આપતા તત્વો જોવા મળ્યા છે. આ નમૂનામાં બ્રિલિયંડ બ્લ્યુ, સનસેટ યેલો અને ટાર્ટ્રાજિન નામના કેમિકલ મળી આવ્યા હતા.

રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે 18 નમૂના તો એટલા ખરાબ હતા કે તે ખાવાલાયક પણ નહોતા. આ માહિતી સામે આવ્યા બાદ સરકાર એકદમ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. સરકારે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

કર્ણાટકના આરોગ્ય ખાતાના પ્રધાન દિનેશ રાવ ગુંડુએ જણાવ્યું હતું કે આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં નહીં ચલાવવામાં આવે. આરોગ્ય પ્રધાને આદેશ આપ્યો છે કે દર નિયત સમયે સ્ટ્રીટ વેન્ડર્સની તપાસ કરવામાં આવશે. સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે. રંગ માટે કેમિકલનો ઉપયોગ ના કરવામાં આવે એની ચોકસાઈ રાખવામાં આવે.

પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ કલરને કારણે મંચુરિયન, કબાબ અને કોટન કેન્ડીના નિર્માણ અને વેચાણ બંને પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ બાબતે પણ તપાસ કરવામાં આવી છે. લેબમાંથી રિપોર્ટ આવ્યા બાદ સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકોએ પણ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આવી ભેળસેળવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button