આપણું ગુજરાત

હરણી બોટકાંડ દુર્ઘટનાના સરકારી રિપોર્ટ પર હાઇકોર્ટ લાલધુમ કહ્યું “સરકારના મતે કઈ ખોટુ જ નથી થયું”

વડોદરા: હરણી લેક ઝોનમાં (Vadodara Harani Lake Zone) જાન્યુઆરી મહિનાની 18મીએ ઘટેલી એક દુર્ઘટ્નામાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેને લઈને આજે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. હાલ હાઇકોર્ટમાં ચાલી રહેલી તેની સુનાવણીમાં સરકાર વતી એડવોકેટ જનરલ કે. બી. ત્રિવેદીએ પક્ષ રજૂ કર્યો હતો. જો કે આ સુનાવણીમાં હાઇકોર્ટે ફગાવતા કહ્યું હતું કે આ દુર્ઘટના મામલે તૈયાર થયેલા રિપોર્ટમાં કઈ ખોટું જ નથી થયું તેવું કહેવા માંગે છે. જો કે આ બાદ સરકારે તેમનો તપાસ પાછો ખેંચી લીધો હતો.

હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં એડવોકેટ જનરલ દ્વારા રાજ્ય સરકાર વતી હાઇકોર્ટમાં જવાબ રજૂ કરાયો હતો. વડોદરામાં ઘટીત હરણી દુર્ઘટના મામલે હાલ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણીમાં સરકાર પક્ષેથી એડવોકેટ જનરલ દ્વારા કોર્ટને જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પન વાચો : વડોદરા હરણી લેક કાંડમાં હાઇકોર્ટ લાલઘૂમ; કોની સામે શિક્ષાત્મક પગલાં લેવા કર્યો હુકમ ?

2024ની શરૂઆતમાં જ 18 જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી તળાવમાં પિકનિકમાં આવેલા વિદ્યાર્થીઓને લઈ જતી હોડી પલટી મારી જવાની દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષક સહિત કુલ 14 લોકોનાં મોત થયાં હતાં. આ મામલે કુલ 18 આરોપી સામે વડોદરાના હરણી પોલીસ મથકે IPCની કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ગુનો નોંધવમાં આવ્યો હતો.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ શિક્ષકોમાં મૃતક છાયા પટેલ અને ફાલ્ગુની સુરતીનો સમાવેશ થાય છે. જ્યારે સકીના શેખ, આયત મન્સૂરી, અયાન મોહમ્મદ ગાંધી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર, આયેશા ખલીફા, નેન્સી માછી, હેત્વી શાહ અને રોશની સૂરવેનો સમાવેશ થાય છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button