આપણું ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

Kutch માં દારૂની હેરાફેરીમાં બુટલેગર સાથે ઝડપાયેલી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સસ્પેન્ડ

અમદાવાદ : કચ્છમાં(Kutch)બુટલેગર સાથે વિદેશી શરાબની હેરાફેરીમાં ઝડપાયેલી અને પોલીસે રોકતાં પોલીસ ટૂકડી પર જીપ ચઢાવી હત્યા કરવાના ગુનામાં પકડાયેલી મહિલા કોન્સ્ટેબલને પૂર્વ કચ્છ પોલીસ દળમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ છે. કચ્છના રેન્જ આઈજીપીએ જણાવ્યું કે આરોપી નીતા ચૌધરી સીઆઇડી ક્રાઈમમાં પ્રતિનિયુક્તિ પર હતી. આ શરમનજનક ઘટના બાદ CID ક્રાઈમે તેને સેવામુક્ત કરીને પરત પૂર્વ કચ્છ પોલીસ દળમાં મોકલી આપતાં આજે તત્કાળ અસરથી તેને સસ્પેન્ડ કરી દીધી છે.

સમગ્ર રેકેટની તપાસ કરવામાં આવશે

મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ ગાઈડલાઈનનો ભંગ કરીને અવનવી રીલ્સ બનાવતી હતી અને બૂટલેગર સાથે દારૂની હેરાફેરીમાં ઝડપાવાની ઘટનાના પગલે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ કેસમાં હવે પોલીસ આરોપીઓ આ સમગ્ર રેકેટ કેટલા સમયથી ચલાવતા હતા તેની તપાસ પણ કરશે.

મહિલા કોન્સ્ટેબલ જ રાજસ્થાનથી દારૂ લઈને આવી હતી

આ ઉપરાંત ભચાઉના બૂટલેગર સાથે જીપમાં દારૂની હેરાફેરી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ કરનારી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તે રાજસ્થાનથી જીપમાં બિયર અને દારૂ ભરીને આવેલી. જયારે રસ્તામાં સામખિયાળી પાસે યુવરાજ મળી ગયેલો અને તેને જીપમાં બેસાડી ગાંધીધામ તરફ આવવા નીકળી હતી. એકબીજાના સંપર્કમાં આવવા અંગે તેણે જણાવ્યું હતું કે બેઉ જણ ચાર-છ મહિના અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી એકમેકના સંપર્કમાં આવ્યાં હતાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button