56 વર્ષે બીજી વખત બાપ બનશે બોલીવૂડનો આ હીરો? Wife સાથે પહોંચ્યો હોસ્પિટલ…

અહીં વાત થઈ રહી છે અરબાઝ ખાન Bollywood Actor Arbaaz Khan)ની. જી હા, 56 વર્ષે અરબાઝ ખાન બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે એવી ચર્ચા ચાલી રહી છે કારણ કે તે હાલમાં જ પત્ની શૂરા ખાન સાથે હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. અરબાઝ ખાને ડિસેમ્બર, 2023માં જ તેની ગર્લફ્રેન્ડ અને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન (Makeup Artist Shura Khan) સાથે લગ્ન કર્યા હતા. બંને જણ અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના રોમેન્ટિક ફોટો પોસ્ટ કરીને, ડિનર ડેટ પર જઈને પ્રેમ વરસાવતા જોવા મળે છે.
હવે રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો ગઈકાલે રાતે જ અરબાઝ ખાન અને શૂરા ખાન સાથે મેટર્નિટી હોસ્પિટલની બહાર નીકળતો જોવા મળ્યો હતો. પેપ્ઝે બંનેને હોસ્પિટલમાંથી બહાર નીકળતા કેમેરેમાં કેદ કરી લીધી હતી અને કેટલાક પેપ્ઝે તો અરબાઝને પૂછી પણ લીધું હતું કે સર, કોઈ ખુશખબરી છે કે? આ સાંભળીને શૂરાએ સ્માઈલ કરીને જોતા બોલી ઓહ ગોડ તો બીજી બાજું અરબાઝ પેપ્ઝને ગુસ્સામાં જોવા લાગ્યો.
સોશિયલ મીડિયા પર બંનેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયો પર કમેન્ટ કરીને પૂછી રહ્યા છે શું શૂરા ખાન ગર્ભવતી છે? તો બીજા એક યુઝરે લખ્યું હતું કે ખાન પરિવારનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. આ દરમિયાન શૂરા અને અરબાઝે જિન્સ-ટીશર્ટ પહેરક્યું હતું અને શૂરાએ પણ ડેનિમ શોર્ટ્સ, ક્રોપ ટોપ અને ઓપન શર્ટમાં એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.
આ પન વાચો : Mukesh Ambani-Nita Ambaniની લાડકવાયી Isha Ambaniએ પહેર્યો આટલો સસ્તો આઉટફિટ, કિંમત જાણશો તો…
અત્રે ઉલ્લેખનીય છે કે શૂરા અને અરબાઝે લગ્ન કર્યા છે ત્યારથી તેઓ સતત લાઈમલાઈટમાં રહે છે અને તેમની રોમેન્ટિક, હોટ અને સિઝલિંગ કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. હવે બંને જણ પેરેન્ટ્સ બનવાને કારણે ચર્ચામાં છે.