મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું, વાહનવ્યવહાર અને વીજપુરવઠો ખોરવાયો, NDRFની કુલ 10 ટીમો તૈનાત
અમદવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી(Heavy Rain Gujarat) રહ્યા છે, એકતરફ ખેડૂતોમાં આનંદની લાગણી છે, તો બીજી તરફ ભારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે, જેને કારણે અનેક ગામડાઓ સંપર્કવિહોણા પણ બન્યા છે, ઘણા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. હવામાન વિભાગે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
એક અહેવાલ મુજબ વરસાદને કારણે રાજ્યના 88 ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ભાવનગર જીલ્લાના 36, કચ્છ જીલ્લાના 29 અને જુનાગઢ જિલ્લાના 16 ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જેને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, સંબંધિત વીજ કંપનીઓના કર્મચારીઓ વીજપુરવઠો સામાન્ય કરવા કામગીરી કરી રહ્યા છે.
વરસાદના કારણે ગુજરાતમાં વાહનવ્યવહારને પણ ગંભીર અસર પહોંચી છે, અહેવાલ મુજબ રાજ્યના 3 સ્ટેટ-હાઈવે સહીત કુલ 116 રોડ હાલ બંધ છે. જૂનાગઢના જીલ્લાના 2 અને પોરબંદર જીલ્લાના 1 સ્ટેટ હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, સ્ટેટ હાઈવે ઉપરાંત પંચાયત હસ્તકના 99 રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે નોકરી ધંધાએ જતા લોકો હાલાકી પડી રહી છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં 3, નર્મદા જિલ્લામાં 2, રાજકોટ, જૂનાગઢ, વડોદરા, અરવલ્લી અને પંચમહાલમાં જિલ્લામાં 1-1 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.
મંગળવારે હવામાન વિભાગના અમદાવાદ મોસમ કેન્દ્રએ રાજ્યના કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, આગાહી મુજબ, આજે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપી છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવી છે.
બનાસકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે
Also Read –