સ્પોર્ટસ

ડિફેન્ડિંગ ચૅમ્પિયન વૉન્ડ્રોઉસોવા પહેલો જ રાઉન્ડ હારી, નવો વિક્રમ બન્યો

લંડન: અહીં વિમ્બ્લડન ચૅમ્પિયશિપમાં ગયા વર્ષની ચૅમ્પિયન માર્કેટા વૉન્ડ્રોઉસોવા સિંગલ્સનો પહેલો જ રાઉન્ડ હારી જતાં અનિચ્છનીય રેકૉર્ડ તેના નામે નોંધાયો છે.

તેને જેસિકા બૉઝાસ માનેરિયોએ 6-4, 6-2થી હરાવી દીધી હતી.
1994 પછી પહેલી વાર એવું બન્યું છે જેમાં વિમ્બલ્ડનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન પહેલા જ રાઉન્ડમાં હારી ગઈ છે. એ રીતે, વૉન્ડ્રોઉસોવા ડિફેન્ડિંગ ચૅમ્પિયન હોવા છતાં પ્રથમ રાઉન્ડ હારી જનારી છેલ્લા 30 વર્ષની પહેલી મહિલા ખેલાડી બની છે. 30 વર્ષ પહેલાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન સ્ટેફી ગ્રાફને લૉરી મૅકનિલે હરાવી દીધી હતી.

ભારતનો ટોચનો સિંગલ્સ પ્લેયર સુમિત નાગલ સોમવારે મેન્સ સિંગલ્સમાં સર્બિયાના મિઓમીર કેસ્માનોવિચ સામે 2-6, 6-3, 3-6, 4-6થી હારી ગયો હતો.

સુમિતની મેન્સ ટેનિસમાં 72મી અને મિઓમીરની 53મી રૅન્ક છે.
મહિલાઓમાં જાપાનની નાઓમી ઓસાકા મમ્મી બન્યા પછી ફરી રમવા આવી છે. તે 2018 પછી પહેલી વાર વિમ્બલ્ડનમાં જીતી હતી. તેણે પહેલા રાઉન્ડમાં ડિએન પૅરીને 6-1, 1-6, 6-4થી હરાવી હતી.
ઓસાકા ચાર ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button