નેશનલ

હાથરસની હોનારત માટે કોણ જવાબદાર, પ્રશાસન પર ઊઠ્યા સવાલો?

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસના સિકંદરારાઉમાં યોજવામાં આવેલા એક ધાર્મિક સત્સંગમાં અચાનક દોડધામ મચી જતા અત્યંત દુઃખદ ઘટના બની જેમાં 100થી વધુ લોકોના મત્યુ થયા અને આ આંકડા વધી શકે તેવી ભીતિ છે, ત્યારે આ કરુણાંતિકા માટે જવાબદાર કોણ છે તેવો સવાલ ઊભો થઇ રહ્યો છે. એટા ડિવિઝનના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ(એસપી) રાજેશ કુમાર સિંહે જણાવ્યા અનુસાર આ ઘટના પુલરાઇ ગામમાં યોજવામાં આવેલા સત્સંગમાં હતી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા.

આ પણ વાંચો: હાથરસમાં હાહાકારઃ ધાર્મિક કાર્યક્રમમાં થયેલી ભાગદોડમાં મૃતકોની સંખ્યા 100ને પાર

જોકે, આટલા મોટાપાયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો પછી બેહાલ વ્યવસ્થા અને આ દુર્ઘટના માટે જવાબદાર કોણ છે તેવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે.. આ ક્ષેત્રના ડી.એમ.આશિષ કુમારે જણાવ્યા અનુસાર સત્સંગની પરવાનગી એસ.ડી.એમ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં ભીડ એકઠી થશે તેનો અંદાજ શા માટે લગાવાઇ ન શકાયો અને એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટનું નિરીક્ષણ શા માટે ન કરવામાં આવ્યું?

આ સત્સંગનું આયોજન બાબા નારાયણ સાકાર હરી ઉર્ફે વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબા દ્વારા કરવામાં આવ્યું હતું. આશિષ કુમારે જણાવ્યા અનુસાર અહીં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પોલીસ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યો હતો. જોકે, કાર્યક્રમમાં અંદર બધી જ વ્યવસ્થા બાબા દ્વારા પોતે કરવામાં આવી હતી. આ ઘટના કઇ રીતે બની અને શા માટે બની તેની તપાસ માટે એક વિશેષ સમિતીની સ્થાપના કરવામાં આવશે, તેમ આશિષ કુમારે જણાવ્યું હતું.

આ પણ વાંચો: Hathrasમાં જેના કાર્યક્રમમાં ભાગદોડ મચી તે બાબા કોણ છે ? કેમ IB વિભાગના અધિકારી બન્યા એક બાબા ?

આ બાબતે લોકો દ્વારા અનેક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. લોકો એવો સવાલ પણ કરી રહ્યા છે જ્યારે પ્રશાસનના અધિકારીઓ ત્યાં હાજર હતો તો વધી રહેલી ભીડને જોઇને કાર્યક્રમ રોકી કેમ ન દેવાયો? ઘટનાસ્થળે હાજર રહેનારા સાક્ષીઓએ એમ પણ જણાવ્યું હતું કે સત્સંગમાં ખૂબ જ ગરમી હતી અને તના કારણે લોકો અકળામણ અનુભવી રહ્યા હતા.

ડી.એમ.આશિષ કુમારે પણ ગરમીના કારણે લોકો પરેશાન થઇ રહ્યા હોવાની વાતને માની હતી. આ સિવાય જ્યાં કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યાંની જમીન અસમતળ હતી. કાર્યક્રમ પૂરો થયો ત્યારબાદ લોકો ઘરે જઇ રહ્યા હતા એ દરમિયાન આ ઘટના બની હતી. લોકો ઉતાવળમાં પાછા જઇ રહ્યા હતા ત્યારે સેવાદારોએ તેમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જોકે પછી સ્થિતિ ગંભીર બની અને કરુણાંતિકા સર્જાઇ હોવાનું કહેવામાં આવે છે. જોકે, આખી ઘટના પાછળનું ખરું કારણ શું હતું અને ખરેખર શું બન્યું તે તપાસ પૂરી થયા પછી જ જાણી શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button