નેશનલ

મોદી વારાણસીમાં: સંસદમાં મહિલા અનામત ખરડો પસાર થવાનું શ્રેય વડા પ્રધાન મોદીએ મહિલાઓને આપ્યું

વારાણસી: સંસદમાં મહિલા અનામત ખરડો પસાર થવાનું શ્રેય વડા પ્રધાન મોદીએ દેશની મહિલાઓને આપ્યું હતું. ઈતિહાસના પ્રત્યેક સમયગાળામાં મહિલાઓના નેતૃત્ત્વની શક્તિ અસરકારક નીવડી છે તેવું મોદીએ શનિવારે અત્રે એક જાહેરસભામાં કહ્યું હતું. સંર્પૂણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાન પર નારી શક્તિ વંદન સમારોહને મોદીએ કહ્યું હતું. મહિલાઓએ વડા પ્રધાન પર પુષ્પવર્ષા કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ કાર્યક્રમમાં હાજર હતા. તાજેતરમાં સંસદમાં પસાર કરાયેલા નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, મહિલાઓનું નેતૃત્ત્વ બાકીના વિશ્વમાં નવું હશે પણ આપણે ત્યાં મહાદેવની પહેલા માતા પાર્વતી અને ગંગાની પૂજા કરવામાં આવે છે. રાણી લક્ષ્મીબાઈ જેવા હિંમતવાન મહિલાનું જન્મસ્થળ આપણું કાશી છે. આઝાદીના સંઘર્ષમાં રાણી લક્ષ્મીબાઈ જેવા સાહસિક મહિલાથી આધુનિક ભારતમાં મિશન ચંદ્રયાન સુધીના દરેક સમયગાળામાં મહિલા નેતૃત્ત્વની તાકાત પુરવાર થઈ છે. નારી શક્તિ વંદન અધિનિયમનું ઉદાહરણ જોવા જેવું છે આ કાયદો ત્રણ દશકથી પડતર રહ્યો હતો. અગાઉ જે રાજકીય પક્ષો ખરડાનો વિરોધ કરતા હતા તેવી રાજકીય પક્ષોએ પણ સંસદના બંને ગૃહમાં સમર્થન આપ્યું હતું જે તમારી તાકાત દર્શાવે છે. માતાઓ અને બહેનોની જાગૃતિ અને એકતાથી ભારતના તમામ રાજકીય પક્ષો ડરથી ધ્રૂજી રહ્યા છે અને ખરડો પસાર થયો તે તમારું સામર્થય દર્શાવે છે.' મોદીએ કહ્યું છે "સંસદમાં મહિલા અનામત ખરડો પસાર થયો તેની તક કાશીના તમારા સાંસદને મળી છે.” લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાની હાજરીમાં વધારો થશે તે સંદર્ભમાં મોદીએ કહ્યું કે,દેશની માતાઓ અને બહેનો, આ સિદ્ધિ માટે હું તમને કાશીનો પવિત્ર ભૂમિ પરથી અભિનંદન આપું છું.’ ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…