ધર્મતેજરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Julyમાં શુક્ર કરાવશે પાંચ રાશિના જાતકને Double Dhamal… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

ગઈકાલથી શરૂ થયેલો જુલાઈ મહિના (July Month) પણ June મહિનાની જેમ જ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. આ જ મહિને ગ્રહોના સેનાપતિ ગણાતા શુક્ર બે વખત ગોચર કરવા જઈ રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોને ડબલ બમ્પર લાભ થઈ રહ્યો છે. ચાલો આજે તમને જણાવીએ કે આખરે કઈ રાશિના જાતકોને શુક્રના એક જ મહિનામાં બે વખત ગોચર લાભ કરાવી રહ્યો છે. આ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી રહેશે.

મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ મહિનામાં શુક્ર બે વખત ગોચર થઈ રહ્યો છે. પહેલી વખત શુક્ર સાતમી જુલાઈના કર્ક રાશિમાં ગોચર કરશે અને બીજું આ ગોચર આ જ મહિનાના અંતમાં 31મી જુલાઈના થશે. એ દિવસે શુક્ર ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ જ સમયગાળા દરમિયાન શુક્ર લક્ષ્મીનારાયણ યોગ પણ બનાવી રહ્યો છે. શુક્રનું કર્ક રાશિ અને સિંહ રાશિમાં થઈ રહેલું ગોચર પાંચ રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળી રહી છે, ધન પ્રાપ્તિ થઈ રહી છે, લોકપ્રિયતામાં વૃદ્ધિ થઈ રહી છે. ચાલો સમય વેડફ્યા જાણીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

આ પન વાચો : આજનું રાશિફળ (02-07-24): તુલા, કુંભ અને મીન રાશિના જાતકોને આજે થશે Financial Benefits…

મેષઃ

After eight days, a powerful Raja Yoga

મેષ રાશિના જાતકો માટે એક જ મહિનામાં શુક્રનું બે વખત થઈ રહેલું ગોચર લાભ કરાવી રહ્યું છે. આ રાશિના લોકો આ મહિનામાં નામ અને દામ બંને કમાવશે. કરિયરમાં આગળ વધશો. સમાજના માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

કર્કઃ

કર્ક રાશિના લોકોના જીવનમાં સુખ-સુવિધામાં વૃદ્ધિ થઈ રહી છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. કરિયરમાંતમને નવી નવી તક મળશે. કારોબારમાં પ્રગતિ થઈ રહી છે. કોઈ જગ્યાએ અટકી પહેલાં પૈસા પાછા મળી શકે છે. પારિવારિક જીવનમાં સુખ-સુવિધા વધશે.

તુલાઃ


તુલા રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમને લખલૂટ આર્થિક લાભ થઈ રહ્યો છે. પ્રગતિ થઈ રહ્યા છે. કામના સ્થળે તમારા માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે.

વૃશ્ચિકઃ

આ રાશિના લોકો માટે જુલાઈ મહિનો સફળતાના નવા નવા દ્વારા ખોલશે. ધન-દૌલતમાં વૃદ્ધિ થઈ રહી છે. તમે પરિવાર સાથે ભરપૂર આનંદ ઉઠાવશો. આત્મવિશ્વાસ અને રચનાત્મક્તા વૃદ્ધિ થઈ રહી છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. તમારું મન પ્રસન્ન રહેશે.

મકરઃ


મકર રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આર્થિક સમસ્યાઓ દૂર રહેશે. જૂના રોકાણથી આ સમયે તમને લાભ થઈ રહ્યો છે. કામના સ્થળે પ્રમોશન, પગારમાં વધારો થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. વેપારમાં પણ ફાયદો થઈ રહ્યો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button