આમચી મુંબઈમહારાષ્ટ્ર

આદિત્ય ઠાકરે- દેવેન્દ્ર ફડણવીસની અણધારી મુલાકાત, બંને વચ્ચે થઇ આ વાત…

મુંબઈઃ મહાયુતિમાંથી છૂટા પડ્યા બાદ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ વચ્ચેના સંબંધો વણસ્યા છે એ વાત કોઇનાથી છૂપી નથી, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા તેમ જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના વિધાનસભ્ય તેમ જ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લિફ્ટમાં એકબીજા સાથે દેખાયા હતા.

આદિત્ય ઠાકરે અને ફડણવીસને લિફ્ટની લોબીમાં ઓચિંતા મળી ગયા હતા. ફડણવીસે આદિત્યનું અભિવાદન કર્યું અને આદિત્યએ પણ ફડણવીસનું અભિવાદન કર્યું. ત્યારે ફડણવીસે આદિત્યને ઔપચારિક સવાલ પૂછ્યો કે કેમ ચાલે છે? જેના જવાબમાં આદિત્યએ રમૂજમાં કહ્યું હતું કે હું તો લિફ્ટમાં ચાલી રહ્યો છું આદિત્યનો આ જવાબ સાંભળીને ફડણવીસ તેમ જ તેમની સાથે હાજર નેતાઓ હસી પડ્યા હતા. આદિત્યએ પછી ફડણવીસને સવાલ પૂછ્યો કે શું તમે પણ લિફ્ટમાં ચાલ્યા?
જોકે, બધાનું ધ્યાન આ દરમિયાન ફડણવીસ સાથે હાજર ભાજપના પ્રસાદ લાડ અને ઉદ્ધવ ઠાકરે જૂથના અંબાદાસ દાનવે પર હતું. એક દિવસ પહેલા જ એટલે કે સોમવારે વિધાન પરિષદમાં બંને વચ્ચે જોરદાર બોલાચાલી થઇ હતી અને લાડે દાનવે પર તેમની માતા અને બહેન વિશે અપશબ્દો કહ્યા હોવાનો આરોપ મૂકીને તેમના રાજીનામાની માગણી કરી હતી. જોકે, લોબીમાં બંને નેતા એકબીજા સાથે શાંતિપૂર્વક વર્તન કરતા દેખાયા હતા.

આ પન વાચો : શિંદે-ફડણવીસ સરકારના બે વર્ષ: મુખ્ય પ્રધાને કહ્યું બાળ ઠાકરેના વિચારોની સરકાર

આ વિધાન ભવનની લોબીમાં મહારાષ્ટ્રના આ બંને નેતા એકમેકને ઓચિંતા મળ્ય હતા અને બંનેએ એકસાથે લિફ્ટમાં પ્રવાસ પણ કર્યો હતો. આ બંને મળ્યા ત્યારે લિફ્ટમાં તેમણે એકબીજા સાથે થોડી વાતચીત પણ કરી હતી. જોકે, બંને નેતા વચ્ચે શું વાતચીત થઇ એ જાણી શકાયું નહોતું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button