પાલનપુર સ્ટેશન પર 4 લિફ્ટ અને 12 ફૂટ ઓવરબ્રિજના નિર્માણ માટે ગર્ડરનું લોન્ચિંગ
પાલનપુર: અમદાવાદ મંડળના પાલનપુર સ્ટેશન પર પશ્ચિમ રેલ્વે દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ માટે કામ કરવામાં આવી રહ્યું છે. રેલવે દ્વારા પાલનપુર સ્ટેશન પર આબુરોડ સાઈડમાં ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 6 મીટર પહોળા ગર્ડર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે કુલ 12 ગર્ડર બનાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે એન્જીનીયરીંગ વિભાગ દ્વારા પાલનપુર સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ (એફઓબી)ના નિર્માણ માટે કુલ 12 ગર્ડરનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં 25.2 મીટર ના 4, 18.5 મીટર 4, તથા 22.1 મીટર લંબાઈના 4 ગર્ડરોને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ ફૂટ ઓવરબ્રિજની સાથે 4 લિફ્ટની સુવિધા પણ મુસાફરોને મળશે. જેમાં સ્ટેશનની બંને તરફ અને પ્લેટફોર્મ નંબર 1અને 2-3 પર લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે.
આ કામગીરીથી પાલનપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1,2 , અને 3 પરથી યાત્રીઓને હવે સરળતાથી અવરજવર માટે લિફ્ટની સુવિધા પ્રાપ્ત થશે. આ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સામેલ ચાર લિફ્ટો અને 12 ફૂટઓવર બ્રિજના નિર્માણ થયા બાદ દરરોજ 9-10 હજાર રેલવે મુસાફરોને તેનો લાભ મળશે.