નવી દિલ્હી: લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’ (Panchayat Web series)ની ત્રીજી સિઝન લોકોને ખુબ પસંદ પડી રહી છે, આ સિરીઝના કેટલાક ડાયલોગ્સ લોકોની સામાન્ય વાતચીતનો ભાગ બની ગયા છે. એવામાં પંચાયત સિરીઝનો રાજ્યસભાની ચર્ચા દરમિયાન ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આરજેડી સાંસદ મનોજ કુમાર ઝા(Manoj Jha)એ ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા, આ દરમિયાન ‘ફૂલેરાના પ્રધાન જી’નો ઉલ્લેખ કર્યો હતો.
મનોજ ઝાએ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન પોતાનો મત રજુ કર્યો હતો, તેમણે કહ્યું કે મને ગઈ કાલના આગલા દિવસે એક ઈમેલ મળ્યો જેમાં મારું નામ, સરનામું અને ફોન નંબર પૂછવામાં આવ્યો હતો. શા માટે? શું આ સિસ્ટમ છે? તેમણે કહ્યું કે ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર એક સર્વે કરવામાં આવ્યો હતો. માત્ર 28 ટકા લોકોએ આમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મનોજ ઝાએ કહ્યું કે લોકોને ચૂંટણી પંચ વિશ્વાસ છે એના કરતા, ફૂલેરાના ગામ લોકોને તેના સરપંચ પર વધુ વિશ્વાસ છે.
પંચાયત વેબ સિરીઝમાં વરિષ્ઠ એક્ટર રઘુબીર યાદવે પ્રધાન જીની ભૂમિકા ભજવી આ કેરેક્ટરને લોકપ્રિય બનાવ્યુ છે.
આ પન વાચો : Gujarat માં પાલિકા- પંચાયતમાં જન પ્રતિનિધીમાં 27 ટકા OBC અનામતનું નોટિફિકેશન પ્રસિદ્ધ
મનોજ ઝાએ કહ્યું કે હું સમગ્ર ચૂંટણી દરમિયાન બિહારમાં જ રહ્યો, અમારી સીટો ભલે ઘટી હોય પરંતુ અમે બિહારની દિશા બદલી નાખી. આજે નોકરી એટલે તેજસ્વી યાદવ. તેમણે કહ્યું કે ચૂંટણી સમયે ઘણી ખોટી બાબતો થઈ હતી. મંગળસૂત્ર, ટોન્ટી તોડ જાયેગા, આ બધી વાતો સાંભળી હતી. તે જ સમયે, ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ અમને બે દિવસ પહેલા જ મેલ મળ્યો છે. તેમાં અમારો ફોન નંબર અને નામ માંગવામાં આવ્યું છે.
મનોજ ઝાએ ઈમરજન્સી અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આરજેડી સાંસદે કહ્યું કે ઈમરજન્સી દરમિયાન સ્થિતિ ખરેખર ખૂબ જ ખરાબ હતી. પરંતુ સત્ય એ છે કે ઈન્દિરા ગાંધીના સલાહકારો સ્માર્ટ ન હતા. જો પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સલાહકાર સ્માર્ટ હોત તો તેમણે કહ્યું હોત કે આવું(ચૂંટણીમાં ગેરરીતી) થઇ શકે છે, કલમ 352નો ઉપયોગ કરવાની જરૂર નથી.
મનોજ ઝાએ કહ્યું કે આ જનાદેશ શાસક પક્ષ અને વિપક્ષ બંને ગઠબંધન માટે સંદેશ છે. શાસક પક્ષ માટે સંદેશ છે કે વ્યક્તિકેન્દ્રી રાજનીતિની એક મર્યાદા હોય છે. સાથે જ વિપક્ષ માટે આ એક સંદેશ છે કે અમે જે પ્રયાસો કર્યા તે પૂરતા નથી.