યોગિની એકાદશી હોવાથી સુખી સંપન્ન આરોગ્ય રાખવા માટે અગિયારસ વ્રત કરવું વધારે હિતાવહ
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
શનિ કર્મ સાથે રોગ માંદગીનો કારક હોવાથી સત્ય વચન સાથે નિષ્ઠાપૂર્વક નોકરી-ધંધો કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત આપશે
આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા
સૂર્ય મિથુન રાશિ (મિત્ર રાશિ)
મંગળ મેષ રાશિ(સ્વગૃહી)
બુધ કર્ક રાશિ (શત્રુ રાશિ)
ગુ વૃષભ રાશિમાં(શત્રુ ઘર)
શુક્ર મિથુન રાશિ(સમ મિત્ર ઘર)
શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ ક્નયા રાશિ વક્રીભ્રમણ
આજે જેઠ વદ 11
યોગિની એકાદશી હોવાથી સુખી સંપન્ન આરોગ્ય રાખવા માટે અગિયારસ વ્રત કરવું વધારે હિતાવહ રહેશે.
શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ થવાથી કૅન્સર,યકૃત,આંતરડા પગના સ્નાયુ ને લગતી સમસ્યાઓ વધશે. શનિ કર્મ સાથે રોગ માંદગીનો કારક હોવાથી સત્ય વચન સાથે નિષ્ઠાપૂર્વક નોકરી-ધંધો કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત આપશે. વરસાદી વાતાવરણમાં જીવ જંતુઓ નો ઉપદ્રવ વધશે,સૂર્ય નારાયણ દર્શન સમયસર ન આપે માટે રોગ પ્રગતિકારક શકિત વધારવા તાજા લીલા શાકભાજી ખાશો.
સમય અનુસાર જીવદયા કર્મ ચાલુ રાખશો. અકારણ ગામતરા ના કરશો. સમયસર ઊંઘ લેશો.
(1) મેષ રાશિ (અ, લ, ઇ) :- શરીરમાં આળસ સાથે ઊંઘ વધુ આવવાથી તબિયત બગડે. સપ્તાહના અંતે યુરિનમાં ઇન્ફેક્શન સંભવ. નિત્ય ઈષ્ટદેવ સ્મરણ પૂજન સાથે ગાયત્રીમંત્ર કરશો. બજા નાસ્તો કરશો નહીં. સમયસર ઊંઘ કરશો.
(2) વૃષભ રાશિ (બ, વ, ઉ):- આ સપ્તાહ આરોગ્ય માટે સાનુકૂળ રહેશે. અકારણ વાદ-વિવાદમાં પડશો નહીં. મન ભાવતી આઇટમ વધારે ખાશો નહીં. શુક્ર ગ્રહના જાપ સાથે ઓમકાર જાપ કરશો.
(3) મિથુન રાશિ (ક, છ, ઘ):- ખરજવું થવાના એંધાણ વર્તાય. ભોજનમાં રસ રુચિ ન જળવાવાથી ઊંઘ પર અસર થવાથી આરોગ્ય બગડે.બાફેલી વધુ વસ્તુઓ ખાવી. ખાટા અથાણા ખાવા નહીં. નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો.
(4) કર્ક (હ, ડ):- જન્મદિવસના કાર્યક્રમમાં જવાથી આરોગ્ય બગડી શકે.બી.પી.માં વધધટ થવાની સંભાવના.
સફેદ ચીજવસ્તુઓનું દાન બાહ્મણને આપશો.
(5) સિંહ (મ, ટ):- કબજિયાતની ફરિયાદ વધે. વારંવાર દાક્તરની બદલવી નહીં. આળસ વધવાથી ડાયાબિટીસની પણ સંભાવના. રાંદલ માતાના દર્શન સાથે સૂર્યના મંત્ર જાપ નિત્ય કરશો.
(6) ક્નયા (પ, ઠ, ણ):- કમરની તકલીફ યથાવત રહે. ગેસમાં દાઝવાની પણ શક્યતાઓ. જૂની ચીજવસ્તુઓ જરૂરિયાતમંદને આપવાથી આરોગ્યમાં રાહત જણાશે.
(7) તુલા રાશિ (ર, ત):- આ સપ્તાહ એકંદરે મિશ્ર બની રહે. ભોજનમાં રસ રુચિ ન જણાય.
છતાં બજા તીખા તળેલા ગરમા-ગરમ ચીજવસ્તુઓ ખાવાની ઇચ્છાથી તબિયત પર અસર પડે. નિત્ય ચાલવાનું રાખશો.વધુ પડતા ગળ્યા પદાર્થો ખાશો નહીં.
(8) વૃશ્ચિક રાશિ (ન, ય):- સપ્તાહના મધ્યમાં એસિડીટી થવાની સંભાવના. શરીરમાં કળતર લાગ્યા કરે. લીમડાના પાન ખાશો. જીવન રસાયણ ચૂર્ણ લેશો. કુળદેવી સ્મરણ પૂજન અર્ચન ઉત્તમ.
(9) ધન રાશિ (ભ, ધ, ફ, ઢ):- અકારણ શરીરમાં થાક લાગે. ક્યારેક ચક્કર પણ આવવાની ફરિયાદ રહી શકે! યોગ પ્રાણાયામ અવશ્ય કરશો.ગાયત્રીમંત્ર પણ કરશો.
(10) મકર રાશિ (ખ, જ):- પથરીની સમસ્યા હશે તો ફરીથી ઉછાળો મારશે. જૂની બીમારીઓથી કાળજી રાખશો.વ્યસનો તાત્કાલિક અસરથી બંધ કરશો. શનિ મંદિરમાં દર્શન કરીને આરોગ્ય માટે પ્રાર્થના કરશો.
(11) કુંભ રાશિ (ગ, સ, શ):- પગનો દુખાવો વધવાની શક્યતાઓ. કબજિયાતની તકલીફમાં રાહત લાગે. ગાયને ઘાસ તથા પંખીઓને નિત્ય ચણ નાખવું. નિત્ય સંધ્યા સમયે ધૂપ દીપ કરશો.
(12) મીન રાશિ (દ, ચ, ઝ, થ):- વારસાગત બીમારીઓની તકલીફ વધી શકે. વાઈરલ ઇન્ફેક્શન સાથે ચામડીમાં ખંઝવણ આવી શકે. મોડી રાત્રિનું ભોજન ટાળજો. વધુ પડતો આહાર તેમજ આરામ પણ ના કરશો.શરીર ઝકડાઇ જવાની ફરિયાદ વ્યાપક રીતે સાંભળવા મળશે. વાસી, આથેલુ તેમ જ અતિ કઠણ પદાર્થો ખાવાનું ના રાખશો નહીંતર બિમારીઓ નોંતરશે.
યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય એકંદરે મધ્યમ બની રહેશે.દરેક રાશિના જાતકોએ આરોગ્ય દાતા સૂર્ય શુદ્ધ જળ નો અર્ગ અવશ્ય આપશો.