નસો કમજોર હોય તો રોજ કરો વજાસન
વિશેષ – દિવ્યજ્યોતિ `નંદન’
નસો એ શરીરની રક્તવાહિનીઓ છે જે ડિઓક્સિજનયુક્ત (ઓક્સિજન રહિત) લોહીને આપણા હૃદય સુધી વહન કરે છે. હા. પલ્મોનરી નસો એવી છે જે આપણા ફેફસાંમાં ઓક્સિજનયુક્ત રક્ત વહન કરે છે. નસો ત્રણ પ્રકારની હોય છે, મોટી, મધ્યમ અને નાની. વ્યાયામ અને આહારમાં અસંતુલનને કારણે આપણા જ્ઞાનતંતુઓ નબળાં પડી જાય છે. જ્ઞાનતંતુઓ નબળાં પડી જવાને કારણે આપણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી ઘેરાઈ જઈએ છીએ. આપણે સામાન્ય કરતાં વધુ ગરમી અને ઠંડી અનુભવીએ છીએ. થોડા સમય પછી થાકી જઈએ છીએ. તમે થોડું પણ કામ ઝડપથી કરો તો તમને શ્વાસની તકલીફ થવા લાગે છે. સમયાંતરે પગ અને શરીરના અન્ય ભાગોમાં ઝણઝણાટી અનુભવાય છે. માથાનો દુખાવો વારંવાર થાય છે.
વાસ્તવમાં, વધુ પડતા ટેન્શન અને ખાવાની આદતોમાં સંતુલન ન હોવાના કારણે પણ ચેતાતંતુઓમાં નબળાઈની સમસ્યા ઊભી થાય છે. ક્યારેક વધારે કામના કારણે જ્ઞાનતંતુઓ નબળાં પડી જાય છે તો ક્યારેક લાંબો સમય બેસી રહેવાને કારણે જ્ઞાનતંતુઓ નબળાં પડી જાય છે અને કડક થઈ જાય છે. જ્ઞાનતંતુઓની આ નબળાઈને કારણે બીજા અનેક અંગોમાં પણ નબળાઈ દેખાવા લાગે છે.
જ્ઞાનતંતુઓમાં નબળાઈ આવવાનું સૌથી મોટું કારણ એ છે કે શરીરમાં લોહી અને ઓક્સિજનનો પુરવઠો જે રીતે હોવો જોઈએ તે રીતે યોગ્ય રીતે થતો નથી. તેથી તે માત્ર એક જ નહીં, પરંતુ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. જ્ઞાનતંતુઓની આ નબળાઈને દૂર કરવાની ઘણી રીતો છે. જેમાં શરીરમાં હોર્મોન થેરપીની સાથે સાથે આહારમાં આમૂલ પરિવર્તન કરીને જ્ઞાનતંતુઓની નબળાઈને પણ દૂર કરી શકાય છે.
આપણે ઈચ્છીએ તો કેટલાંક આસનો દ્વારા જ્ઞાનતંતુઓની નબળાઈ દૂર કરી શકીએ છીએ જો આપણે નિયમિત અને યોગ્ય રીતે બદ્ધકોણાસન અથવા વજાસન કરીએ તો જ્ઞાનતંતુઓની નબળાઈ દૂર થઈ જાય છે. મોટાભાગના લોકોએ વજ્રાસન દ્વારા પીઠ અને નીચેના ભાગોની ચેતાઓને સરળતાથી મજબૂત કરી છે અને નબળા જ્ઞાનતંતુઓની સમસ્યાઓ દૂર કરી છે. તેથી, જ્ઞાનતંતુઓની નબળાઇ માટે, વજ્રાસન કરવું સરળ અને ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે યોગ્ય રીતે વજ્રાસન કરવું અને જ્ઞાનતંતુઓની નબળાઈને દૂર કરવા સિવાય તેના અન્ય ફાયદા શું છે.
વજ્રાસનના ફાયદા
વજ્રાસન આપણા શરીરના નબળા જ્ઞાનતંતુઓને સ્વસ્થ બનાવીને અનેક પ્રકારની તાત્કાલિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે, તે આપણા શરીરને લાંબા ગાળે સ્વસ્થ રાખવા માટે પણ એક ઉત્તમ ઉપાય છે. કારણ કે વજ્રાસનના બીજા પણ ઘણા મહત્ત્વના ફાયદા છે. ઉદાહરણ તરીકે તે મનને શાંત અને સ્થિર રાખવામાં મદદરૂપ છે. તે આપણા શરીરની પાચન ક્ષમતા વધારે છે અને એસિડ અને ગેસ ઘટાડે છે. તે ઘૂંટણના દુખાવામાં પણ ખૂબ જ અસરકારક છે, તેને નિયમિત રીતે કરવાથી જાંઘના સ્નાયુઓ મજબૂત થાય છે. જે લોકો વર્ષોથી કમરના દુખાવાથી પરેશાન છે અને અનેક પ્રકારની સમસ્યાઓથી પરેશાન છે તેમણે વજ્રાસન અજમાવવું જોઈએ, તેનાથી કમરના દુખાવામાં આસાનીથી રાહત મળે છે.
વજ્રાસન કરવાની સાચી રીત
વજ્રાસન કરતા પહેલાં તમારી યોગ મેટ પર તમારા ઘૂંટણ વાળીને સીધા બેસો. બેસતી વખતે ધ્યાન રાખો કે બંને પગના અંગૂઠા એકબીજાને સ્પર્શે અને એડી વચ્ચે થોડું અંતર હોવું જોઈએ. આ દરમિયાન શરીરનો સંપૂર્ણ વજન પગ પર હોવો જોઈએ અને બંને હાથને પગની જાંઘ પર રાખવા જોઈએ. વજ્રાસન કરતી વખતે આપણા શરીરનો કમરથી ઉપરનો ભાગ એકદમ સીધો હોવો જોઈએ. આ મુદ્રામાં થોડીવાર બેસો, જ્યાં સુધી તમે સરળતાથી બેસીને સહન કરી શકો. જ્યારે તમને બેસવામાં તકલીફ થવા લાગે ત્યારે તમારે તમારી જાતને વધુ બેસવા માટે તાણ ન કરવું જોઈએ, પરંતુ તરત જ તમારી આરામદાયક મુદ્રામાં બેસી જવું જોઈએ. દરરોજ સવારે કે સાંજે અથવા બંને વખત વજ્રાસન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
વજ્રાસન કેટલા સમય સુધી કરવું
એકવાર તમે વજ્રાસનની મુદ્રામાં બેસો, ઓછામાં ઓછા 10 સેક્નડ સુધી બેઠા રહો, પછી જેમ જેમ તમારી પ્રેકિ્ટસ સુધરે તેમ, 10 સેક્નડનો આ સમય મર્યાદા વધારીને 20 સેક્નડ કરો. એક સમય એવો આવશે જ્યારે તમે 1 થી 2 મિનિટ સુધી વજ્રાસન કરી શકશો. જમ્યા પછી 5 થી 15 મિનિટ વજ્રાસન કરવામાં આવે તો ખોરાકનું પાચન સરળ બને છે. દૈનિક રૂપે વજ્રાસન એકથી ત્રણ મિનિટ સુધી જ કરવું જોઈએ. વજ્રાસન કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે શરીરને વધુ પાછળની તરફ ન ખેંચવું, ફક્ત સંતુલન બનાવી રાખવા માટે શરીરને સીધું રાખે છે. વજ્રાસન એટલા માટે સુવિધાજનક આસન છે કેમ કે લાંબા સમય સુધી બેસી રહેવાથી પગમાં ખાલી ચડી જાય છે. આ જ સ્થિતિમાં ઘણી વખત ચક્કર આવવા લાગે છે. વજ્રાસન એટલા માટે સુવિધાજનક છે કેમ કે તેને તમે પથારી પર પણ કરી શકો છો, જ્યાં તમે આખી રાત સૂતા હો.
શું સાવધાની રાખવી
જે લોકોને સાંધાના દુ:ખાવાની સમસ્યા હોય અથવા સંધિવાની સમસ્યા હોય તેમણે વજ્રાસન કરવું જોઈએ નહીં. જેમને કરોડરજ્જુની સમસ્યા હોય, આંતરડામાં અલ્સર હોય, હર્નિયા જેવી સમસ્યા હોય તેમણે પણ વજ્રાસન કરવું જોઈએ નહીં. જો શરીરને થાક લાગતો હોય તો પણ વજ્રાસન કરવું નહીં. ઉતાવળે વજ્રાસન કરવું નહીં. બીમાર હોય ત્યારે, સર્જરી થઈ હોય ત્યારે, શરીરમાં મચકોડ કે ફ્રેક્ચર હોય તો પણ વજ્રાસન કરવું નહીં.
ક્યારે વજ્રાસન કરવું
વજ્રાસન એવું આસન છે જે કરવાનું ઘણું સહેલું છે. ત્યાં સુધી કે તેને ભોજન કર્યા બાદ પણ કરી શકાય છે. ખાસ કરીને બપોરના ભોજન બાદ. આ આસનને કરવાનો શ્રેષ્ઠ સમય સવારે સારો છે, કેમ કે સવારે વાતાવરણમાં ભરપૂર ઓક્સિજન હોય છે. જો ભોજન બાદ રોજ 15 મિનિટ સુધી વજ્રાસન કરવામાં આવે તો ડાઈજેશન મજબૂત થાય છે.
-ઈમેજ રિફ્લેક્શન સેન્ટર