મનોરંજન

દિશા પટણીએ આ કોના નામનું ટેટું કરાવ્યું?

બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટાણી હંમેશા પોતાની ફિટનેસ અને એક્શન મૂવ્ઝને લઈને લાઈમલાઈટમાં રહે છે અને આ સિવાય દિશા પર્સનલ લાઈફને કારણે પણ ટોક ઓફ ધ ટાઉન બનચી હોય છે. ટાઈગર શ્રોફથી અલગ થયા બાદ હવે દિશા તેના રુમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાંડર એલેક્સને લઈને ચર્ચામાં રહે છે. હવે દિશાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ દરમિયાન લોકોનું ધ્યાન તેના લૂક્સ કરતાં ટેટુની તરફ ખેંચાયું હતું.

આ પણ વાંચો: હવે દિશા પટણી મુંબઈની રેસ્ટોરાંમાં કેઝ્યુલ લૂકમાં જોવા મળી…

દિશાનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં તેનું ટેટુ જઈને ફેન્સ પણ એકદમ ગૂંચવાઈ ગયા છે. ગિશા પટાણીના આ ટેટુએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. આ ટેટુમાં દિશાએ જે નામ લખ્યું છે એ જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે, પરંતુ એક્ટ્રેસે ખુદ આ ટેટુ બાબતે કોઈ જાહેરાત નથી કરી. આ ટેટુ જોઈને લોકો જાત જાતની અટકળો લગાવી રહ્યા છે.

દિશા પટાણીએ પોતાના હાથમાં પીડી નામનું ટેટુ કરાવ્યું છે અને આ ટેટુ જોઈને ફેન્સ એવા ક્યાસ લગાવી રહ્યા છે કે દિશાએ ટાઈગર બાદ હવે એલેક્ઝાંડરને પણ છોડી દીધો છે. એટલું જ નહીં પણ દિશાએ હવે નવા બોયફ્રેન્ડના નામનું ટેટુ કરાવ્યું છે. પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સ હવે આ ટેટુનો એક બીજો અર્થ પણ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: વ્હાઈટ ઓપન ડ્રેસમાં દિશાએ લગાવી આગ…

નેટિઝન્સ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર દિશાએ પોતાના નામ સાથે થોડી ઉલટફેર કરી છે. દિશા પાટણીએ પોતાની સરનેમ પહેલાં અને નામનો ઈનિશિયલ લેટર પહેલાં લખી દીધો છે. દિશાએ હજી સુધી પોતાના નવા ટેટુ કે રિલેશનશિપને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા હાલમાં જ કલ્કિ 2898એડીમાં જોવા મળી હતી અને હવે તે કંગુવા અને રોહિત શેટ્ટીની સિંઘમ અંગેનમાં જોવા મળશે. કલ્કિ 2898 એડી પહેલાં તે અક્ષય કુમાર સાથે ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં પણ જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button