US, South Koria અને જાપાનની Military કવાયતઃ ઉત્તર કોરિયાએ ભર્યું આ પગલું
સિયોલઃ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે હજુ તંગદિલી ચાલુ છે. ઉત્તર કોરિયાએ ઉત્તર-પૂર્વ દિશા તરફ બે બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. આ કાર્યવાહી અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનના સંયુક્ત સૈન્ય અભ્યાસના જવાબમાં કરવામાં આવી છે, એમ ઉત્તર કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે મિસાઇલ લોન્ચિંગ અંગે માહિતી આપી છે.
આ પણ વાંચો: પુતિન-કિમ જોંગની મુલાકાતે કરી અમેરિકાની ઊંઘ હરામ, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની નવી ડીલથી ડરી દુનિયા
જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે આ અંગે કહ્યું છે કે મિસાઇલોને દક્ષિણ-પૂર્વ ઉત્તર કોરિયાના જાંગયોન શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૦ મિનિટના અંતરે છોડવામાં આવી હતી, તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ મિસાઇલે ૬૦૦ કિલોમીટર (૩૭૦ માઇલ) અને બીજી મિસાઇલે ૧૨૦ કિલોમીટર(૭૫ માઇલ) સુધી ઉડાન ભરી હતી, પરંતુ તે ક્યાં પડી તે જણાવ્યું નથી.
ઉત્તર કોરિયા સામાન્ય રીતે તેની પૂર્વીય જળસીમા તરફ મિસાઇલનું પરીક્ષણ કરે છે, પરંતુ બીજી મિસાઇલની ઉડાન જળ ક્ષેત્ર સુધી પહોંચવા માટે ખૂબ ઓછી હતી. પહેલી મિસાઇલ ઉત્તર-પૂર્વ દિશા તરફ સવારે લગભગ ૫-૦૫ વાગ્યે છોડવામાં આવી હતી.
આ પણ વાંચો: દુનિયાને ડરાવવા માટે ઉત્તર કોરિયાએ કર્યું સૌથી મોટું પરીક્ષણ
બીજી મિસાઇલ ૫-૧૫ વાગ્યે લોન્ચ કરવામાં આવી હતી. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે પ્રથમ મિસાઇલ ઉત્તર પૂર્વીય શહેર ચોંગજિન નજીકના પાણીમાં પડી હતી. નોંધનીય છે કે આ પહેલા રવિવારે ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાનના સૈન્ય અભ્યાસની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે દેશ તેની સામે આક્રમક અને ભારે જવાબી કાર્યવાહી કરશે. આ પહેલા બુધવારે ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્ર તરફ બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી.