આમચી મુંબઈ
સોશિયલ મીડિયા પર મિત્રતા પછી કિશોરી સાથે દુષ્કર્મ: યુવક સામે ગુનો
થાણે: સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા પછી 17 વર્ષની કિશોરી સાથે કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના બદલાપુરમાં બનતાં પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર કિશોરી અને 24 વર્ષનો આરોપી બદલાપુર પરિસરમાં એક જ બિલ્ડિંગમાં રહે છે. 2021માં બન્નેની મિત્રતા ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ઑક્ટોબર, 2021થી જૂન, 2024 દરમિયાન આરોપીએ કિશોરી પર કથિત બળાત્કાર ગુજાર્યો હતો અને મોબાઈલ ફોનથી તેની વાંધાજનક તસવીરો પાડી હતી. વાંધાજનક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી આરોપી વારંવાર દુષ્કર્મ કરતો હતો, એમ બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીના ત્રાસથી કંટાળી કિશોરીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે રવિવારે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)