વેપાર

પલ ઝલક પાર્ટી!

ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ

નીફટીએ જ્યારે ૨૦,૦૦૦નું શિખર હાંસિલ કરેલ ત્યારે ચારે તરફ ખુશીનો માહોલ હતો અને એક કમર્શિયલ ટીવી ચેનલ તો એટલી બધી ખુશીથી ઝુમી રહી હતી કે આ ટીવી ચેનલે તેમના એન્કર્સ માટે ખાસ નીફટી એટ ૨૦,૦૦૦ પ્રિન્ટ કરેલા ટી શર્ટ બનાવેલા હતા. જે પહેરીને તેઓએ તે દિવસના કાર્યક્રમનું સંચાલન કરેલ હતું. પણ આ પાર્ટી પલ ઝલકમાં ખત્મ થઇ ગઇ અને ત્યારબાદ નીફટી અને સેન્સેક્સ પણ ૬૭૯૨૩ના સ્તરેથી ઉતરીને શુક્રવારે ૬૬૦૦૯ના આંકડે આવી ગયેલ છે. આમ સેન્સેક્સ લગભગ ૨૦૦૦ પોઇન્ટ અને નીફટી ૬૦૦ પોઇન્ટ ઘટીને ૧૯૬૭૪ પર અટકેલ છે.

વિક્ટરી હેઝ મેની ફાધર્સ બટ ફેઇલ્યર્સ હેઝ નન તેમ જ્યારે નીફટી ૨૦,૦૦૦ના સ્તર પહોંચેલ ત્યારે આઇ ટોલ્ડયુ સો કહેવામાં દોડ લાગેલ હતી પણ હવે આ બધા ચૂપ છે કરેકશન માટે ઓવરનાઇટ ક્રૂડ ઑઇલના ભાવ વધારે લાગે છે, કેનેડા સાથે વણસતા સંબંધોનો આશરો લેવાઇ રહ્યો છે.

ગ્લોબલી સ્ટોક માર્કેટમાં કરેકશન ઘૂસી રહ્યું છે. અમેરિકન નાસ્ડેક ૨૦૨૩માં ૧૪૩૫૮ શિખર પરથી પટકાઇને ૧૩૨૦૦ પર આવેલ છે.

પણ ઑગસ્ટ ૨૦૨૩માં જો કોઇ દેશે સ્ટોક માર્કેટમાં ભયંકર નુકસાન સહન કરેલ હોય તો તે દેશ છે ચીન!

ચીનમાં માત્ર ઑગસ્ટ ૨૦૨૩ના મહિનામાં જ વિદેશી રોકાણકારોએ ૧૨ બિલિયન ડૉલર્સના શેર્સ વેંચેલા છે. ચીનની કથળી રહેલી આર્થિક વ્યવસ્થા તેના માટે જવાબદાર છે. સતત પાંચમાં મહિને ઔદ્યોગિક વિકાસદર નેગેટિવ છે. તેમાં પણ પ્રોપર્ટી સેકટર કે જેનો ઇકોનોમીમાં તેનો મોટો હિસ્સો છે. તે તો બદતર કન્ડિશનમાં છે. ચાઇન એવરગ્રેન્ડ રિયલ એસ્ટેટ ડેવલપર્સ તેનું દેવું ચૂકવવામાં નિષ્ફળ જતા ડિફોલ્ટર ઘોષિત થયેલ તે તો જૂના સમાચાર છે. નવા સમાચાર તો એ છે કે આ કંપનીના શેર ૧૭ મહિનાના અવકાશ બાદ હોંગકોંગ સ્ટોક માર્કેટમાં ફરી ટ્રેડ કરવા માટે ખુલ્લા મુકાયા તેના પ્રથમ દિવસે જ તે ૯૦ ટકા તૂટી ગયેલ હતો. આવી જ હાલતમાં ચીનની બીજી મોટી રિયલ એસ્ટેટ કંપની ક્ધટ્રી ગાર્ડનની છે. અમેરિકન કોમર્સ સેક્રેટરી જીના રૈમોન્ડોએ તેની ચીની વિઝીટમાં જણાવેલ કે અમેરિકન કંપનીઓ ચીનને “અનઇન્વેસ્ટેબલ કેટેગરીમાં મૂકે છે.

ઓગષ્ટનું ચીની માર્કેટમાં વિદેશી સેલઓફ ૨૦૧૪ પછીનો સૌથી મોટો ઝટકો છે. કારણ કે વિદેશી રોકાણકારોના મતે ચીન ૫ ટકાનો પણ જીડીપી ગ્રોથ ટકાવી શકે તેમ નથી અને તેના મુખ્ય કારણોમાં એક છે પ્રોપર્ટી માર્કેટમાં પ્રમોટર્સનો ડીફોલ્ટ અને જિનપિંગની જિદી રાજકીય નીતિઓ. ચીનમાં એટલો ગભરાટ છે કે જિનપિંગને લાગે છે કે દુનિયા તેની જાસૂસી કરી રહી છે. એટલે પૂરા દેશને અપીલ કરેલ છે કે બધા ચકોર રહે અને જે કોઇને ખબર પડે કે ચીનમાં જાસૂસી થઇ રહી છે તે તુરત સરકારને જાણ કરે અને જો તેમ કરવામાં નિષ્ફળ જશે તો તેના ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગભરાટ એટલી હદે વધી ગયેલ છે કે નર્સરીમાં ભણતા બાળકો અને તેના વાલીઓને ચીનમાં વધતી જાસૂસીની વાર્તા કહેવામાં આવે છે અને તેઓને જાગૃત રહીને સરકારની મદદ કરવાની અપીલ કરવામાં આવેલ છે.

આમ જ્યારે સ્ટોક માર્કેટમાં વર્લ્ડવાઇડ સેલનો પવન ફૂંકાઇ રહ્યો છે અને માર્કેટસ રોજેરોજ નીચે જઇ રહ્યું છે અને રોજ લાખો કરોડો રૂપિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન તૂટી રહ્યું છે ત્યારે ભારતીય અર્થવ્યવસ્થામાં એક બહુ સુખદ સમાચાર છે અને તે છે જેપી મોર્ગનના ઇમેજિંગ માર્કેટના બોન્ડ ઇન્ડેક્સમાં ભારતનો સમાવેશ! જેપી મોર્ગન ઇમેજિંગ માર્કેટ બોન્ડ ઇન્ડેકસની સાઇઝ ૨૪૦ બિલિયન ડૉલર્સની છે. જેમાં ભારતનો હિસ્સો ૧૦ ટકા રહેશે એટલે ૨૮ જૂન ૨૦૨૪થી દર મહિને ૧ ટકાના હિસાબે લગભગ ૨ બિલિયન ડૉલર્સનું રોકાણ ભારતની ૩૩૦ બિલિયન એલિજિબલ બોન્ડ માર્કેટમાં આવશે જે અમેરિકાની ભારતની મજબૂત ઇકોનોમીમાં વિશ્ર્વાસ દર્શાવે છે. રશિયાની કથળતી હાલત ચીનની અનઇન્વેસ્ટેબલ કન્ડિશનમાં માત્ર ભારત જ એક એવો દેશ બાકી રહે છે કે જેમાં લોકશાહી મજબૂત સરકાર અને જગતમાં ટોપ આર્થિક વિકાસદરના કારણ તેની અવગણના કરવી કોઇને પોષાય તેમ નથી. જયારે ભારતમાં ૨૪ બિલિયન ડૉલર્સ જેવું રોકાણ આવશે તેનો મતલબ છે કે વિદેશી રોકાણકારોના મતે ભારતીય ફોરેક્ષ માર્કેટમાં સ્થિરતા આવી રહી છે.

ભારતીય સ્ટોક માર્કેટની હાલની રેલી મીડકેપ અને સ્મોલ કેપને આભારી છે જેમાં ફાર્મા, પીએસયુ શેર્સ અને તેમાંય ખાસ કરીને ડિફેન્સ સેકટરના શૅર્સ, પીએસયુ બૅન્કસ અને રેલ સ્ટોકસનો મોટો ફાળો રહેલ છે. પણ સરપ્રાઇઝીંગલી લાર્જ સ્ટોકસના પાર્ટીસિપેન્ટ્સનો અભાવ રહેલ છે. જે લાંબો સમય શકય નથી કારણ કે લાર્જ કેપજ દેશનો અને સ્ટોક માર્કેટનો આયનો છે તેથી શું આ કરેકશનમાં ચર્નિંગ થઇ રહેલ છે અને નાણાં મીડકેપ અને સ્મોલ કેપમાંથી લાજૅ કેપ તરફ જઇ રહ્યાં છે કે શું તે એક સ્ટડીનો વિષય રહેશે. સાથોસાથ સામાન્ય સ્ટોક માર્કેટ રોકાણકારોએ હર્ડ મેન્ટાલિટિમાંથી બહાર આવીને જો રેશનલ ડિસિશનથી પોર્ટફોલિયો ડિઝાઇન કરશે તો આવનારા કરેકશનથી બચીને સમૃદ્ધિ તરફ જઇ શકશે તેથી થીંક ડિફરન્ટલી. સ્ટોક માર્કેટના ભીષ્મ પિતામહ બેન્જામીન ફ્રેન્કલીનનું કહેવું છે કે “ઇફ એવરીવન ઇઝ થિકિંગ અલાઇક, ધેન નો વન ઇઝ થિકિંગ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button