તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
પીળા, લાલ, જાંબુડી અને લીલા રંગમાં મળતા એક્ઝોટિક ફ્રૂટની ઓળખાણ પડી? મુખ્યત્વે સાઉથ અમેરિકાના બ્રાઝીલ, આર્જેન્ટિના જેવા દેશમાં ઊગે છે.
અ) Rambutan બ) Jackfruit ક) Passion Fruit ડ) Dragon Fruit

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
પાંડુરોગ SCURVY
કર્કરોગ ANAEMIA
રતાંધળાપણું OTOSCLEROSIS
આગ NIGHT BLINDNESS
કર્ણરોગ CANCER

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`દિન આખો દહાડિયું કરે રાતે હોટેલમાં ખાય’ પંક્તિમાં દહાડિયું શબ્દનો અર્થ જણાવો.
અ) ભક્તિ બ) લહેર ક) મજૂરી ડ) દિલાવરી

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ PATHOLOGYના અભ્યાસ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) રસ્તો બ) રોગ ક) રહેઠાણ ડ) આબોહવા

માતૃભાષાની મહેક
પ ગુજરાતી વર્ણમાળાનો પહેલો ઔષ્ઠય વ્યંજન છે. તેનો ઉચ્ચાર બંને હોઠ ભેગા કરીને થાય છે.લહિયાઓ પુસ્તક લખતાં લખતાં સહેજ ઊઠવું હોય, અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક વખત માટે બંધ કરવું હોય તો આ અક્ષર ઉપર અટકે છે. કારણ કે તેઓ માને છે કે પ પરમેશ્વર હોય.

ઈર્શાદ
કેટલાંક સુખની કવિતા કરવી નથી,
કેટલાંક દુ:ખની કવિતા થઈ શકતી નથી.

  • હર્ષદ ચંદારાણા માઈન્ડ ગેમ
    અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
    1, 26, 76, 151, 251, ——–
    અ) 299 બ) 336
    ક) 376 ડ) 400

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
પરુ PUS
વાઈ HYSTERIA
અસ્વસ્થતા ANXIETY
અનિદ્રા INSOMNIA
ચિત્તભ્રંશ DEMENTIA

માઈન્ડ ગેમ
77

ઓળખાણ પડી?
Carambola

ગુજરાત મોરી મોરી રે
નકશા આલેખન

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
મકાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button