નેશનલ

PoK જેલમાંથી 19 કેદીઓ ભાગી ગયા, પોલીસ ગોળીબારમાં 1નું થયું મોત

PoK (પાકિસ્તાના કબજા હેઠળનું કાશ્મીર) ના રાવલકોટમાંથી જેલ તોડવાની ઘટના સામે આવી છે. PoKની જેલમાંથી 19 કેદીઓ ભાગી ગયા હોવાની માહિતી મળી રહી છે. એમ પણ જાણવા મળ્યું છે કે પોલીસ ગોળીબારમાં એક કેદીનું મોત થયું હતું. આ 19 કેદીમાંથી છ કેદીને મૃત્યુદંડની સજા થઇ હતી.

રાવલકોટ પોલીસે બેદરકારીના આરોપમાં જેલ અધિકારીઓની ધરપકડ કરી છે. એજન્સીઓએ ભારત-પાકિસ્તાન બોર્ડર પર પુંછ લાઇનને નિયંત્રિત કરવા માટે એલર્ટ જાહેર કર્યું છે. જે જેલમાંથી કેદીઓ ભાગી ગયા છે તે જેલ ભારતીય સરહદથી 40 કિમી દૂર છે.

સૂત્રોને ટાંકીને એવી માહિતી પણ મળી છે કે આ ઘટના રવિવારે બપોરે 2 થી 2:30 વાગ્યાની વચ્ચે બની હતી. જ્યારે એક કેદીએ એક જેલ કર્મચારીને તેની ‘લસ્સી’ (દહીં આધારિત પીણું) તેની બેરેકની બહાર ખસેડવા કહ્યું હતું. જ્યારે કર્મચારી કેદીનો લસ્સીનો કપ લેવા તેના બેરેકમાં આવ્યો ત્યારે કેદીએ તેના પર કાબૂ મેળવી લીધો હતો. કેદી પાસે એક રિવોલ્વર હતી જેનો ઉપયોગ તેણે પોલીસને બંધક બનાવવા માટે કર્યો હતો. અને તેની ચાવીઓ છીનવી લીધી હતી અને અન્ય બેરેક પણ ખોલી હતી. ત્યાર બાદ એક પછી એક કરતા 19 કેદીઓ મુખ્ય દરવાજા તરફ નાસ્યા હતા. તે સમયે, એક પિસ્તોલ છત પરથી અંદર ફેંકવામાં આવી હતી, જેનો ઉપયોગ અંદરથી લોક તોડવા માટે કરવામાં આવ્યો હતો. ગોળીબાર દરમિયાન એક કેદી ઘાયલ થયો હતો, પરંતુ અન્ય લોકો ભાગવામાં સફળ થયા હતા.

આ પણ વાંચો : દેશમાં નવા ફોજદારી કાયદા થયા લાગુ, ગૃહ પ્રધાન શાહ બોલ્યા-‘હવે પીડિતને જલ્દી ન્યાય મળશે’

હાલમાં તે સ્પષ્ટ નથી કે કેદીઓએ રિવોલ્વર જેલ સત્તાવાળાઓ પાસેથી જપ્ત કરી હતી કે તે બહારથી લાવવામાં આવી હતી. આ ઘટના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી લગભગ 110 કિલોમીટર (68 માઈલ) દક્ષિણમાં રાવલકોટ શહેરની પૂંચ જિલ્લા જેલમાં બની હતી. આ ઘટનાને પગલે પ્રદેશમાં સુરક્ષાના પગલાં અને સર્ચ ઓપરેશનમાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર વિભાગમાં સુરક્ષા વધારી દીધી છે, કેદીઓને ફરીથી પકડવામાં મદદ કરવા માટે પૂંચના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોને સીલ કરી દેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે પાકિસ્તાનની જેલો ભીડ, ખરાબ સ્થિતિ, ભ્રષ્ટાચાર અને માનવાધિકારના ઉલ્લંઘન માટે કુખ્યાત છે. આ સિવાય ધીમી ન્યાયિક પ્રક્રિયા કેદીઓને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આતંકવાદી જૂથોએ અગાઉ પાકિસ્તાનમાં અનેક સામૂહિક જેલબ્રેક કર્યા છે, જેમાં 2012 માં ઉત્તર-પશ્ચિમ શહેર બન્નુમાં જેલબ્રેકનો સમાવેશ થાય છે જેમાં 400 કેદીઓ મૃત્યુ પામ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button