જ્યારે બિગ બીને એવોર્ડ મળ્યો અને રેખાએ આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડની દિગ્ગજ અદાકારા રેખા આજે પણ પોતાની સુંદરતાથી કરોડો ફેન્સને ઘાયલ કરે છે. 69 વર્ષીય રેખા આજે પણ લોકોને પોતાની અદાઓથી ઈમ્પ્રેસ કરે છે. સુંદરતાથી સાથે સાથે રેખાની એક્ટિંગના પણ ભરપૂર વખાણ થાય છે. આ સિવાય હજી એક બાબત છે જેને કારણે રેખાનું નામ ચર્ચાય છે અને આ બાબત એટલે રેખા અને અમિતાભ બચ્ચનનો સંબંધ…
આ પણ વાંચો: Rekha આ નામથી બોલાવે છે Amitabh Bachchanને…
ફેન્સ બંનેના સંબંધને આજે પણ યાદ કરે છે અને એક્ટ્રેસે ખુદ સિમી ગરેવાલના શોમાં બિગ બી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. એવું કહેવાય છે કે રેખા અને અમિતાભ બચ્ચનના પ્રેમે જયા બચ્ચનને તોડી નાખી હતી અને આ જ કારણે હંમેશા રેખા અને જયા બચ્ચન વચ્ચે એક અંતર જોવા મળે છે. સમય જતાં જતાં જ બિગ બી રેખાના પ્રેમને ભૂલીને પોતાના લગ્નજીવનમાં વ્યસ્ત થઈ ગયા. પરંતુ રેખા ક્યારેય એમને ભૂલી નહીં શકી અને એનો પરિચય એક વર્ષો પહેલાં એક એવોર્ડ ફંક્શનમાં થયો હતો.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળ્યો છે. આ વીડિયો સ્ટાર સ્ક્રીન એવોર્ડનો છે અને એ સમયે બિગ બીને ફિલ્મ પીકુ માટે બેસ્ટ મેલ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ લઈને બિગ બી તો ખુશ થયા જ હતા, પણ એનાથી વધારે ખુશ તો રેખા જોવા મળી હતી. એટલું જ નહીં રેખા એકદમ ખુશીથી ઉછળતા, કુદતા અને ગિલા શિકવા ભૂલીને જયા બચ્ચનને પ્રેમથી ગળે લગાવી હતી અને જયા બચ્ચને પણ રેખાને ગળે લગાવી લીધી હતી.
આ પણ વાંચો: સંતાનને લઈને રેખાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જો મારો દીકરો હોત તો…
આ વીડિયો જોયા બાગ ફેન્સ એકદમ એક્સાઈટેડ થઈ ગયા હતા અને આ વીડિયોને શેર કરી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે બિગ બીને એવોર્ડ મળ્યો એનો ગર્વ જયાને તો હતો, પણ એનાથી વધારે રેખાને એની ખુશી થઈ હતી. બીજા એક યુઝરે કહ્યું કે રેખાની આંખો તો જુઓ, એકદમ પ્રેમથી છલોછલ… આવી જ એકથી એક ચઢિયાતી સારી સારી કમેન્ટથી આ વીડિયોનો કમેન્ટ બોક્સ ઓવર ફ્લો થઈ ગયો હતો.