હીટવેવની અસર છતાં ગુજરાતમાં દેશ કરતા વધારે ઉત્પાદન થયું આ કાંદાનું
અમદાવાદઃ સતત બદલતા ઋતુચક્રને લીધે ખેતપેદાશોને ભારે અસર થાય છે. આ અસર સીધી આપણા સૌની ભોજનની થાળી પર પડે છે. દેશમાં કાંદા સહિતની જરૂરી ખેતપેદાશોમાં ઘટાડો નોંધાતા ગરીબોની કસ્તૂરી ગણાતા કાંદા સહિતના શાકભાજી, મસાલા બધુ જ મોંઘુ થઈ ગયું છે. કાંદાના ભાવે તો રાજકારણ ગરમાવી દીધું હતું ત્યારે એક અહેવાલ અનુસાર દેશમાં કાંદાનો પાક ઓછો થયો છે, પરંતુ ગુજરાતમાં ગયા વર્ષ કરતા વધારે થયો છે.
આ વર્ષે ગુજરાતમાં ડુંગળીના પાકમાં ગત વર્ષની તુલનામાં ડુંગળીની આવકમાં 14.7 ટકા વધારો નોંધાયો છે. પરંતુ ટમેટાની આવક 18.6 ટકા અને બટાકાની આવકમાં 15 ટકા ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો…
ગૌતમ અદાણીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના વખાણ કરતાં કહ્યું ” દેશના અર્થતંત્રને એક નવી દિશા દેખાડી”
દેશમાં હીટવેવની સીધી અસર રસોડામાં સૌથી વધુ વપરાતા શાકભાજીના માર્કેટમાં ટમેટા, ડુંગળી અને બટાકા આવક અને તેના ભાવો પર થતી હોય છે. આ ત્રણેયના ભાવોમાં આ ઉનાળાની સિઝનમાં ભારે અસ્થિરતા જોવા મળી જેનું મુખ્ય કારણ હીટવેવના કારણે શાક માર્કેટોમાં તેની આવકમાં થયેલો ઘટાડો છે. બેન્ક ઓફ બરોડા રિસર્ચના રિપોર્ટ ‘ઇમ્પેક્ટ ઓફ હિટવેવ ઓન ઇકોનોમી’ મુજબ, હિટવેવથી સૌથી વધુ પ્રભાવિત એપ્રિલ-જૂનમાં ગત વર્ષની તુલનામાં દેશના માર્કેટોમાં ટમેટાની આવક 18 ટકા, ડુંગળીની 29 ટકા અને બટાકાની 12 ટકા ઘટી હતી. તેની સાથે જ ડુંગળીનો ભાવ 89 ટકા, બટાકાનો 81 ટકા અને ટમેટાનો 38 ટકા વધ્યો છે. ડુંગળી પકવતા પ્રમુખ રાજ્યોમાં સૌથી સારું પ્રદર્શન ગુજરાતમાં રહ્યું છે, તેમ અહેવાલ જણાવે છે. રાજ્યમાં ડુંગળીના પાકમાં ગત વર્ષની તુલનામાં ડુંગળીની આવકમાં 14.7 ટકા વધારો નોંધાયો છે. પરંતુ ટમેટાની આવક 18.6 ટકા અને બટાકાની આવકમાં 15 ટકા ઘટાડો નોંધાયો છે.
સામાન્ય રીતે ડુંગળીના પાક લેવાની સિઝન જાન્યુઆરીથી મે સુધીની હોય છે. ગુજરાતમાં 2023ની સિઝનમાં 10.46 લાખ ટન ડુંગળોની પાક થયો હતો. આ વર્ષે 10 ટકા વધીને 11.54 લાખ ટન નોંધાયો છે. ગયા વર્ષની તુલનામાં કર્ણાટકમાં 19 ટકા, મધ્ય પ્રદેશમાં 50 ટકા, રાજસ્થાનમાં 34 ટકા ઓછો પાક નોંધાયો છે, તેમ અહેવાલ જણાવે છે.