Surat કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ વચ્ચે સીલિંગ તૂટી પડતાં 11 લોકો ઇજાગ્રસ્ત
સુરત : સુરત(Surat) શહેરના ખરોદરામાં કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલની(Community Hall) સિલિંગ તુટવાની ઘટના બની છે. લગ્ન પ્રસંગ ચાલુ હતો તે દરમિયાન કોમ્યુનિટી હોલમાં પોપડા ખરવા લાગતા છત નીચે બેઠેલા મહેમાનો ઈજાગ્રસ્ત થયા છે. ધડાકભેર ગાબડુ નીચે પડતા લોકો દોડયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. થોડા દિવસ પહેલા રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે કેનોપી તૂટી પડવાની દુર્ઘટના બની હતી.
કોમ્યુનિટી હોલમાં પોપડા ખરવા લાગ્યા
મળતી માહિતી મુજબ સુરત શહેરના ખરોદરામાં કોર્પોરેશન સંચાલીત કોમ્યુનિટી હોલમાં ચાલુ લગ્ન પ્રસંગમાં અચાનક સીલિંગનો ભાગ તૂટયો હતો. લગ્ન ચાલુ હતા તે દરમિયાન કોમ્યુનિટી હોલમાં પોપડા ખરવા લાગ્યા અને નીચે જે મહેમાનો બેઠા હતા તે મહેમાનો ઈજાગ્રસ્ત થયા હતા.
જોકે સુરત મનપા તંત્ર સામે લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફોલ સીલિંગનો અન્ય 20 ફૂટ જેટલો જોખમી ભાગ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.સુરત કોર્પોરેશન તંત્ર સામે લોકોએ સવાલ ઉઠાવ્યા હતા.