Ahmedabad માં વહેલી સવારે કાર Accident,ત્રણના મોત એક ઇજાગ્રસ્ત

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં વહેલી સવારે બોપલ બ્રિજ નજીક બે કાર વચ્ચે અકસ્માત ( Accident)સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિને ઇજા પહોંચી છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે કારમાંથી પોલીસને અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જેમાં એક કારમાંથી એક વ્યક્તિ અને બીજી કારમાંથી બે વ્યક્તિના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
ર અકસ્માતના સ્થળથી 150 ફૂટ દૂર ફેંકાઈ
આ દુર્ઘટનાની સૂત્રો પાસેથી મળતી મહિતી મૂજબ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે આજે સવારે પાંચ વાગ્યે એક કારમાં દારૂ ભર્યો હતો. જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ અન્ય એક કારે યુટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી અને કાર અકસ્માતના સ્થળથી 150 ફૂટ દૂર ફેંકાઈ હતી.
એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ અકસ્માતના પગલે એક તરફનો રોડ બંધ કરાયો હતો. તેમજ એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગાડીમાંથી અલગ-અલગ નંબર પ્લેટ મળી આવી છે. ઘાયલોને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ હાલ બનાવના સ્થળે પહોંચ્યા છે. આ સમગ્ર ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાની વિગત સામે આવી રહી છે.
Also Read –