જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઉપલેટા નિવાસી હાલ કાંદિવલી શારદાબેન શેઠ (ઉં. વ. ૮૪) તે સ્વ. પ્રતાપરાય મણીલાલ શેઠના ધર્મપત્ની. મયુર, રોહિત, રૂપા પારેખ, સ્વ. જાગૃતિ, સોનલબેન શાહના માતૃશ્રી. ઉર્વી, સુનીલભાઈ, શૈલેષભાઈ, કેતનભાઈના સાસુ. વાંકિયા નિવાસી હાલ કાંદિવલી સ્વ. સમજુબેન ફુલચંદ ઘેલાણીના દીકરી. ધ્રુવી, હર્ષ, હિત, એકતા, વૃષભ, હાર્વી, હેત્વીના દાદી ૨૯-૬-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: રોહિત પી. શેઠ, ૪૦૧, સ્નેહા, વસંત કોમ્પલેક્ષ, લીંક રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન કાળધર્મ
અચલગચ્છીય પ.પૂ. મુનિરાજશ્રી મંત્રનિધાનસાગરજી મ.સા.નો અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા. પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના પટ્ટધર અચલગચ્છાધિપતિ, પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના પ.પૂ. મુનિરાજશ્રી મેઘરક્ષિતસાગરજી મ.સા.ના શિષ્ય, પ.પૂ. મુનિરાજશ્રી મંત્રનિધાનસાગરજી મ.સા. શનિવાર તા. ૨૯/૬/૨૪ના કાળધર્મ પામ્યા છે. તે સંસાર પક્ષે જવેરબેન જેઠાલાલ વીરજી ફુરીયા કચ્છ ગામ મેરાઉવાળા તથા પ.પુ. મુનિરાજશ્રી માર્ગનિધાનસાગરજી મ.સા.ના સુપુત્ર, પ.પૂ. સાધ્વીશ્રી આધ્યાત્મગુણાશ્રીજી મ.સા.ના ધર્મપત્ની. પ.પૂ. સાધ્વી શ્રી રિખવગુણાશ્રીજી મ.સા. ની સુપુત્રી.
નાગલપુરના જયંતીલાલ રામજી શાહ (ફુરિઆ) (ઉં.વ. ૭૮) તા.૨૮-૬-૨૪ના વલસાડ મુકામે અવસાન પામેલ છે. હાંસબાઈ રામજીના પુત્ર. કસ્તુરબેનના પતિ. કેતન, સમીરના પિતા. પ્રફુલ, વિજય, નિર્મળા અમૃતલાલ, હેમલતા શાંતિલાલ, ગુણવંતી શશીકાંત, પુષ્પા વિજયના ભાઈ. બાડા મણીબેન (દેવકાબેન) ટોકરશીના જમાઈ. ભાવયાત્રા : શ્રી માટુંગા ક. શ્ર્વે. મૂ.જૈન સંઘની નારાણજી શામજી વાડી. ટા.૩ થી ૪.૩૦.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
અમદાવાદ શહેર (દહેગામ ) નિવાસી હાલ મુંબઈ બિપીનભાઈ જયંતીલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. પૂર્ણિમાબેન (ઉં. વ. ૭૭) તા. ૨૯.૦૬.૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. નિકિતાબેન, નિરાલીબેનના માતુશ્રી. હિતેશકુમારના સાસુ, પ્રાર્થનાસભા એડ્રેસ:- ભારતીય વિદ્યા ભવન હોલ, ગામદેવી ચોપાટી. તા: ૦૧ -૦૭-૨૪, સોમવાર, સમય : સાંજે ૪થી ૬ વાગે રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોટાદ નિવાસી હાલ બોરીવલી સ્વ.ચંચળબેન પાનાચંદ ભુદરભાઈ શાહના સુપુત્ર ભોગીભાઈ, (ઉં.વ. ૮૫), તા. ૨૯-૬-૨૪ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. ઈલાબેનના પતિ. પરેશભાઈ, હિનાબેન ગિરીશભાઈ ઠાકર, બીનાબેન જીગીશભાઈ સંઘવી, આશાબેન આશીષભાઈ શાહ અને ગીતાબેન જીગ્નેસભાઈ શાહના પિતા. તે નિશાબેનના સસરા. તેઓ ધાગંધ્રા નિવાસી જયંતીભાઈ પ્રભુદાસ માથકીયાના જમાઈ, તેઓ સ્વ.કાંતિભાઈ, સ્વ.મંગળાબેન મહેન્દ્રભાઈ ધોળકીયા, સ્વ. ચંદનબેન મુગટલાલ સંઘવીના ભાઈ, તે જયુભાઈના કાકા, તેઓ સાગર, રાજવી, તન્વીના દાદા. તે શ્ર્વેતા, શૈલી, ચાર્મી, આયુષ, આદિશ, જેનીલ, રુષીલના નાના, પ્રાર્થનાસભા (લોકિક વ્યવહાર ) બંધ રાખેલ છે.