T20 World Cup 2024સ્પોર્ટસ

ડેડી વિરાટ કોહલીની જિત બાદ પણ ડાર્લિંગ ડોટર વામિકાને સતાવી આ વાતની ચિંતા…

29મી જૂનનો દિવસ ક્રિકેટના ઈતિહાસમાં સોનેરી અક્ષરથી લખાઈ ચૂક્યો છે. આ એ જ દિવસ છે જ્યારે ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ્સમાં સાઉથ આફ્રિકાની સાત વિકેટથી હરાવતાં જ આખા દેશમાં ખુશીની લહેર ફરી વળી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે.

અનુષ્કા શર્માની એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટ નેટિઝન્સનું ધ્યાન ખેંચી રહી છે. આ પોસ્ટમાં વિરાટ કોહલીની અનુષ્કા શર્માએ જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાના આ ઐતિહાસિક વિજય બાદ તેમની દીકરી વામિકા કઈ વાતને લઈને પરેશાન છે? ચાલો જાણીએ…

વાત જાણે એમ છે કે ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ જિતીને ઈતિહાસ રચી દીધો અને દેશવાસીઓની સાથે ટીમ ઈન્ડિયા પણ ઈમોશનલ થઈ ગઈ હતી. જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને બસ આ જોઈને જ વામિકા થોડી કન્સર્ન થઈ ગઈ હતી અને આ વાતનો ખુલાસો અનુષ્કાએ પોતાની પોસ્ટમાં કર્યો છે. અનુષ્કા શર્માએ ટીમ ઈન્ડિયાના કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તેઓ ટીમ ઈન્ડિયાની જિત સેલિબ્રેટ કરી રહ્યા છે તો કેટલાક ખેલાડીઓ ઈમોશનલ દેખાઈ રહ્યા છે.

અનુષ્કા શર્માએ પોતાની પોસ્ટની કેપ્શનમાં લખ્યું છે કે અમારી દીકરીની સૌથી મોટી ચિંતા તો એ વાતની હતી કે તમામ ખેલાડીઓના આંખમાં આવેલા ખુશીના આંસુ બાદ તેમને ગળે લગાડવા માટે કોઈ નહોતું. હા, મારી વ્હાલી દીકરી એમને ગળે લગાવવા માટે 1.5 અબજ લોકો હતા. કેટલું અવિશ્વસનીય, મહાન ઉપલબ્ધિ ચેમ્પિયન્સને ખુબ ખુબ શુભેચ્છા…

અનુષ્કા શર્માની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ સિવાય અનુષ્કાએ એક બીજી પોસ્ટ પણ શેર કરી છે જેમાં તે વિરાટ કોહલી પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. આ પોસ્ટમાં તેણે વિરાટ કોહલીનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે ખભા પર તિરંગો અને હાથમાં ટી20 વર્લ્ડકપની ટ્રોફી સાથે જોવા મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button