T20 World Cup 2024મનોરંજનસ્પોર્ટસ

T20 World Cup: દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું, ટીમ ઇન્ડ઼િયાની જીત પર બોલિવૂડ આફરીન

રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 17 વર્ષના દુષ્કાળને ખતમ કરીને T-20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને સમગ્ર ભારતને ખુશીઓથી ભરી દીધું હતું. વેસ્ટ ઈન્ડિઝમાં દક્ષિણ આફ્રિકાને ‘7’ રનના ટૂંકા માર્જિનથી હરાવીને ‘વર્લ્ડ ચેમ્પિયન’ ટૅગ જીત્યા પછી બોલિવૂડ સ્ટાર્સ તરફથી ભારતીય ટીમને ખોબલે ખોબલે અભિનંદન પાઠવ્યા છે.

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચને ભારતીય ટીમને જીત બદલ અભિનંદન આપતા સંદેશામાં લખ્યું હતું કે, ‘ટીમ ઈન્ડિયાની જીત બાદ અભિનંદન, વર્લ્ડ ચેમ્પિયન ભારત…, ભારત માતા કી જય… જય હિંદ, જય હિંદ, જય હિંદ.’ આ સિવાય અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું- ઉત્તેજના… લાગણીઓ… બધું જ થયું… પણ મેં ટીવી નથી જોયું, કારણ કે જ્યારે હું જોઉં છું, ત્યારે આપણે મેચ ગુમાવીએ છીએ.’

આમીર ખાને પણ જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેણે ‘થમ્બ્સ અપ’ આપીને લખ્યું, ‘ટીમ ઈન્ડિયાને અભિનંદન! શું એક મહાન મેચ! મને તે ખૂબ ગમ્યું. શાનદાર ક્રિકેટ માટે આભાર. તમે લોકોએ અમને ખરેખર ગૌરવ અપાવ્યું છે. તમને ઘણો પ્રેમ.’

ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા સલમાન ખાને લખ્યું, “અભિનંદન ટીમ ઈન્ડિયા!

આલિયા ભટ્ટે તેની ઉત્તેજના વ્યક્ત કરતા કહ્યું કે, “હમ જીઈઈઈત ગયે અભિનંદન ટીમ ઈન્ડિયા!!!!!!!!

બોલિવૂડ હાર્ટ થ્રોબ કાર્તિક આર્યને ટીમ ઇન્ડિયાને અભિનંદન આપતા લખ્યું હતું કે, ‘Team India, જેણે ક્યારેય હાર નહીં માની, આજે વર્લ્ડ કપ જીતીને ટીમ ઇન્ડિયાએ અમારા દિલ જીતી લીધા.’

આયુષ્યમાન ખુરાનાએ લખ્યું હતું કે, ‘ખુશીના આંસુ! આ ભારતીય ટીમે અબજો ભારતીયોને આનંદ આપ્યો છે. આપણે વિશ્વ ચેમ્પિયન છીએ! ક્રિકેટની મહાસત્તા! ભારતને 2007 થી ત્રણ વખત વર્લ્ડ કપ વિજેતા તરીકે ઉભરીને જોવા માટે અમારી પેઢી સૌથી નસીબદાર છે. બે T20 અને એક ODI’

વિતેલા જમાનાની અભિનેત્રી રવિના ટંડને ટીમ ઇન્ડિયાને અભિનંદન આપતા લખ્યું હતું કે, ‘અદ્ભુત #teamindia. ઘણા બધા અભિનંદન! તમે જાણતા નથી કે તમે તમારા દેશને કેટલો ખુશ કર્યો છે! શું જીત !!!!! ભારત માતા કી જય!!!!!!’

રિતેશ દેશમુખે પણ ટીમ ઇન્ડિયાને જીતની વધાઇ આપી હતી.

અજય દેવગનને જીતની ખુશી વ્યક્ત કરવા શબ્દ ઓછા પડ્યા હતા.

દક્ષિણી સ્ટાર અલ્લુ અર્જુને પણ ટીમ ઇન્ડિયાને જીતના અભિનંદન આપ્યા હતા.

અર્જુન રામપાલે તો ટીમ િન્ડિયાને અભિનંદન આપતો મોટો સંદેશ સોશિયલ મીડિયા પર લખ્યો હતો.

આ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, વિકી કૌશલ, વરૂણ ધવન સહિત અનેક સેલિબ્રિટીઓએ ટીમ ઇન્ડિયાને જીત પર અભિનંદન આપ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button