સ્પોર્ટસ

લો બોલો, આ ત્રીજા ભારતીય દિગ્ગજે પણ ટી-20 ઇન્ટરનૅશનલ્સને ગુડ બાય કરી દીધી!

નવી દિલ્હી: 35 વર્ષના ગુજરાતી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે.

ભારતે 17 વર્ષે ફરી એક વાર ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી એના માંડ 17 કલાક થયા એમાં ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ આ સૌથી ટૂંકા આંતરરાષ્ટ્રીય ફૉર્મેટમાં હવે પછી ન રમવાનું નક્કી કર્યું છે.

શનિવારે મોડી રાત્રે ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો એને પગલે વિરાટ કોહલીએ અને રોહિત શર્માએ ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

‘બાપુ’ તરીકે જાણીતા જાડેજાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરની પોસ્ટમાં ટી-20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટને બાય-બાય કરી હોવાનું જાહેર કર્યું હતું.

જાડેજાએ ભારત વતી 74 ટી-20માં 54 વિકેટ લીધી હતી અને 515 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : જે લોકો મારા વિશે એક ટકો પણ નહોતા જાણતા તેમણે…: વર્લ્ડ કપ જીત્યા પછી હાર્દિકે મન મૂકીને બોલી દીધું

તેણે રિટાયરમેન્ટને લગતી પોસ્ટમાં લખ્યું, ‘હું દિલથી કૃતજ્ઞતાપૂર્વક ટી-20 ઇન્ટરનૅશનલ્સને અલવિદા કરું છું. જેમ અશ્ર્વ દૃઢતાપૂર્વક પૂરપાટ દોડીને પોતાની સફર પૂરી કરે એમ હું હંમેશાં મારા દેશ વતી પૂરી ક્ષમતાથી રમ્યો અને મારાથી બનતો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યો. એ હું હવે અન્ય ફૉર્મેટમાં પણ જાળવી રાખીશ. ટી-20 વર્લ્ડ કપ જીતવો એ મારું સપનું હતું, કારણકે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં એ સિદ્ધિ સર્વોત્તમ કહેવાય. એ સપનું મેં હાંસલ કરી લીધું. મારી આ ટી-20ની સફરને યાદગાર બનાવવા બદલ અને મને સતતપણે સપોર્ટ આપવા બદલ હું આભાર માનું છું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button