ઇન્ટરનેશનલ

કેનેડામાં 400 થી વધુ ફ્લાઇટ્સ રદ, 49 હજારથી વધુ મુસાફરો રઝળ્યા; આ કારણ છે

ટોરંટો: કેનેડાની વેસ્ટજેટે એરલાઇન(WestJet Airline)ની એક સાથે સંખ્યાબંધ ફ્લાઈટ્સ રદ થઇ જતા હજારો મુસાફરો રઝળી પડ્યા છે. કેનેડાની બીજી સૌથી મોટી એરલાઇન, વેસ્ટજેટે જણાવ્યું હતું કે મેન્ટેનન્સ વર્કર્સ યુનિયન દ્વારા અચાનક હડતાળ પર જવાની જાહેરાત થયા બાદ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક મળીને 407 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી, જેનાથી 49,000 થી વધુ મુસાફરોને અસર થઈ છે.

કેનેડાના એરક્રાફ્ટ મિકેનિક્સ ફ્રેટરનલ એસોસિએશનએ જણાવ્યું કે તેના સભ્યોએ શુક્રવારે સાંજે હડતાલ શરૂ કરી હતી. એરલાઈને “યુનિયન સાથે વાટાઘાટો કરવામાં કોઈ રસ દાખવ્યો ન હતો” તે પછી આ જરૂરી હતું.

ગુરુવારે, સરકારે ફરજિયાત મધ્યસ્થી માટે એક આદેશ જાહેર કર્યો હતો. આ પછી અચાનક હડતાળના એલાનથી આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઈટ પ્રભાવિત થઇ હતી. આ પછી, નવી ડીલ માટે યુનિયન સાથે બે અઠવાડિયા સુધી જોરશોરથી ચર્ચા કરવામાં આવી. વેસ્ટજેટે જણાવ્યું હતું કે તે સોમવારે કેનેડા ડે પહેલા રવિવાર સુધી વિમાનો પાર્ક કરવાનું ચાલુ રાખશે. એરલાઇન પાસે લગભગ 200 એરક્રાફ્ટ છે.

એરલાઇનના CEO, એલેક્સિસ વોન હોન્સબ્રોચે યુએસના એક વિરોધી સંગઠનને આ પરિસ્થિતિ માટેસંપૂર્ણપણે જવાબદાર ઠેરવી હતી, જે કેનેડામાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં સુધી એરલાઇનનો સંબંધ છે, સરકારે વિવાદ પર બળજબરીપૂર્વક મધ્યસ્થી કરવાનો નિર્દેશ આપ્યા પછી યુનિયન સાથે સોદાબાજી સમાપ્ત થઈ ગઈ હતી.

ટોરોન્ટો પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટર્મિનલ 3 પર ધરણાં કરી રહેલા વેસ્ટજેટ એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એન્જિનિયરે જણાવ્યું હતું કે હડતાલ એ એરલાઈનને સન્માનજનક વાટાઘાટો માટે વિચારવા દબાણ કરવાનો પ્રયાસ છે. યુનિયન મુસાફરોને થતી કોઈપણ અસુવિધા બદલ દિલગીર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button