આમચી મુંબઈ

હવે કોઇ રાહુલને પપ્પુ નહીં કહે.. જાણો આમ કોણ બોલ્યું

મુંબઇઃ લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA)ના શાનદાર દેખાવ પછી, NCP(SP)ના વડા શરદ પવાર ભારે ઉત્સાહિત છે અને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન શરદ પવારે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. પવારે કહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે કોઈ રાહુલ ગાંધીને પપ્પુ નહીં કહે.

એક કાર્યક્રમ દરમિયાન શરદ પવારે જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા તે સારી વાત છે. તેમના પક્ષની સંખ્યાત્મક તાકાત વધુ છે. રાહુલ ગાંધીને યુવા પેઢીના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી વિશે જે પણ પ્રચાર કરવામાં આવ્યો તે ખોટો સાબિત થયો છે. હવે આ ચૂંટણીના પરિણામો પછી તેમને કોઈ પપ્પુ નહીં કહે. ચૂંટણીમાં તેમની પાસે સંખ્યા બળ છે.

લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા સીટોમાંથી શિવસેના (UBT), NCP (SP) અને કોંગ્રેસ મહા વિકાસ અઘાડી (MVA)ના ગઠબંધનને 30 બેઠકો મળી હતી, જ્યારે ભાજપ, શિવસેના અને અજિત પવારના નેતૃત્વમાં એનસીપીનું મહાગઠબંધન 17 બેઠકો પર આવી ગયું હતું.

આ પણ વાંચો : NEETનો મુદ્દો ઉઠાવતાં રાહુલ ગાંધીનું માઈક બંધ થઈ ગયું! કોંગ્રેસનો દાવો

શરદ પવાર પાયાના સ્તરે એનસીપીના મુખ્ય કાર્યકરોનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા છે અને તેમની આગેવાની હેઠળની NCP (SP)એ મહારાષ્ટ્રમાં 10બેઠકો પરથી ચૂંટણી લડી હતી,જેમાંથી તેમણે 8 બેઠકો જીતી છે અને પાર્ટીનો સ્ટ્રાઈક રેટ 80 ટકા રહ્યો છે. 

2019ની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં માત્ર એક જ લોકસભા બેઠક જીતનાર કોંગ્રેસે 17માંથી 13 બેઠકો જીતીને શાનદાર વાપસી કરી હતી અને પાર્ટીનો સ્ટ્રાઈક રેટ 75 ટકા હતો. ભાજપે 28 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર નવ જ જીતી હતી. ભાજપના સહયોગી શિવસેનાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં 15 બેઠકો પર ચૂંટણી લડી હતી અને સાત બેઠકો જીતી હતી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button