નેશનલ

હવે આમના નામે થશે ઉત્તર પ્રદેશમાં રોડ રસ્તાનું નામકરણ!

લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે લખનૌના લોક ભવનમાં આયોજિત કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે તેમના ગામ વિસ્તારના રસ્તાઓનું નામ તેજસ્વી વિદ્યાર્થીઓના નામ પર રાખવામાં આવે. આ સાથે 88 લાખ વાલીઓના ખાતામાં તેમના બાળકો માટે સ્કૂલ ડ્રેસ માટે 1056 કરોડ રૂપિયાની રકમ મોકલવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન દરમિયાન દીકરીઓની સફળતાની વાત પર પ્રકાશ ફેંકતા માતાપિતાઓને એક મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે હાઇસ્કૂલ કે માધ્યમિકના પરિણામોમાં પોતાનું સ્થાન બનાવનાર 170 તેજસ્વી વિદ્યાર્થીઓમાં 58 છોકરાઓ અને 112 છોકરીઓ છે. આ સફળતા બતાવે છે કે દીકરીઓએ ખૂબ જ મોટી છલાંગ મારી છે અને તેમના પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે માતા-પિતા તેમના દીકરાઓ પર વધુ ધ્યાન આપે છે. પુત્ર અને પુત્રી વચ્ચે ક્યારેય તફાવત ન કરો અને બંનેને સમાન રીતે પ્રોત્સાહન આપો. યોગી આદિત્યનાથે 170 તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, મેડલ, ટેબલેટ અને પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો ચેક આપીને સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે યુપી સેકન્ડરી એજ્યુકેશન, યુપી સેકન્ડરી સંસ્કૃત શિક્ષા પરિષદ, કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, જેમને સન્માનિત કરવામાં આવ્યા છે, તેમના ગામોમાં રસ્તાઓના નામ આવા તેજસ્વી વિદ્યાર્થીઓન નામ પર રાખવામાં આવશે. રોડ રસ્તાના કાર્યનું શિલાન્યાસ પણ તેજસ્વી વિદ્યાર્થીઓના હાથે કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button