આમચી મુંબઈમહારાષ્ટ્ર

માળશેજ ઘાટ ખાતે મહારાષ્ટ્ર જ નહીં પણ દેશનો પહેલો ગ્લાસ બ્રિજ બનશે…

મુંબઈઃ હાલમાં રાજ્યમાં ચોમાસુ અધિવેશન ચાલી રહ્યું છે અને શુક્રવારે અધિવેશનમાં રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું. દરમિયાન રાજ્યના લોકો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેટલીક પાયાની સુવિધા માટે ભંડોળ તેમ જ પ્રકલ્પને મંજૂરી આપવામાં આવી છે. પર્યટનની દ્રષ્ટિએ પણ બજેટમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવી છે. મોન્સુનમાં મુંબઈગરાનું સૌથી મનગમતું કોઈ પિકનીક સ્પોટ હોય તો તે છે માળશેજ ઘાટ. માળશેજ ઘાટ બાબતે પણ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

થાણે જિલ્લામાં આવેલા માળશેજ ઘાટ ખાતે ચોમાસામાં ભરપૂર ભીડ જોવા મળે છે અને હવે વધુને વધુ પર્યટકોને આ જગ્યાએ આવવા માટે આકર્ષિત કરવા માટે વ્યૂઈંગ ગેલેરી એટલે કે કાચનો સ્કાયવોક બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. શુક્રવારે રજૂ કરવામાં આવેલા બજેટમાં આ પ્રકલ્પને મંજૂરી આપવામાં આવી છે. માળશેજ ઘાટમાં આ કાચનો સ્કાય વોક ઊભો કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય મુરબાડ તાલુકાના પર્યટકો માટે એક આનંદના સમાચાર છે. ભારતમાં પહેલી જ વખત આવો ગ્લાસ સ્કાયવોક બનાવવામાં આવશે.

આ પણ વાંચો : એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ટોણો: કેટલાકે અઢી વર્ષ પહેલાં જ લાડકા બેટા યોજના લાગુ કરી

માળશેજ ઘાટ પર પણ ચીનની જે કાચની વ્યુઈંગ ગેલેરી જેવી જ ગેલરી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં પર્યયનને વેગ મળે એ માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો સાબિત થશે. ભારતનો આ પહેલો ગ્લાસનો સ્કાયવોક હશે, જેને કારણે વધુમાં વધુ પર્યટકો અહીં આવશે, એટલે સ્થાનિકો માટે રોજગારની નવી નવી તક ઉભી થશે.

700 મીટર ઊંડી માળશેજ ઘાટની ખીણ પર આ ગ્લાસનો બ્રિજ બાંધવામાં આવશે. 18 મીટરની લંબાઈનો યુ-શેપ વોક વે બાંધવાની સરકારની યોજના છે. એટલું જ નહીં પણ આ વ્યુઈંગ ગેલેરી કાચની હોવાને કારણે પર્યટકો ઉંડી ખાઈનો અદ્ભૂત નજારો પણ માણી શકશે. એક વખત આ ગ્લાસ બ્રિજ બની જશે ત્યાર બાદ અહીં આવનારા પર્યટોની સંખ્યમાં વધારો થશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button