આપણું ગુજરાતટોપ ન્યૂઝ

NEET Paper Leak કેસમાં CBI ની મોટી કાર્યવાહી, Gujarat માં 7 સ્થળોએ દરોડા, પત્રકારની પણ ધરપકડ

નવી દિલ્હી : નીટ પેપર લીકની(NEET Paper Leak)તપાસને લઇને સીબીઆઇ(CBI)હાલ એક્ટિવ મોડમાં છે. જેમાં નીટ (NEET)પેપર લીક કેસમાં સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ ગુજરાતના 4 જિલ્લામાં 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈએ ગુજરાતમાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદના સ્થળો પર દરોડા પાડ્યા છે.

હજારીબાગમાંથી પત્રકાર જમાલુદ્દીનની પણ ધરપકડ

જ્યારે આ કેસમાં જ સીબીઆઈએ હજારીબાગમાંથી પત્રકાર જમાલુદ્દીનની પણ ધરપકડ કરી છે. જમાલુદ્દીન પર પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની મદદ કરવાનો આરોપ છે. જમાલુદ્દીન ફોન દ્વારા પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલના સતત સંપર્કમાં હોવાનું કોલ ડિટેઈલ્સમાં જાણવા મળ્યું છે. પૂછપરછ દરમિયાન તે પેપર લીકમાં પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલને મદદ કરતો હોવાનું બહાર આવ્યું હતું.

CBIએ 4 આરોપીના રિમાન્ડ માંગ્યા

સીબીઆઈએ ગુજરાતના ગોધરામાં 5 મેના રોજ NEET-UG પરીક્ષામાં ગેરરીતિમાં કથિત સંડોવણી બદલ ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચ લોકોમાંથી ચારના ચાર દિવસના રિમાન્ડની અપીલ કરી હતી. સીબીઆઈના વકીલ ધ્રુવ મલિકે જિલ્લા અદાલતને માહિતી આપી હતી કે ગુજરાત પોલીસે અગાઉ તપાસ કરી હતી, પરંતુ એજન્સીને આ આરોપીઓને કસ્ટડીમાં લેવાની જરૂર હતી કારણ કે તે નવેસરથી તપાસ કરી રહી હતી.

CBI એ પાંચ લોકોના રિમાન્ડની માંગણી કરી રહી છે જેમને ગુજરાત પોલીસ દ્વારા 8 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેના પછીના સપ્તાહમાં, શાળાના શિક્ષક તુષાર ભટ્ટ, જય જલારામ સ્કૂલના આચાર્ય પુરુષોત્તમ શર્મા અને વચેટિયા વિભોર આનંદ અને આરિફ વોહરા. સીબીઆઈએ શિક્ષણ સલાહકાર પરશુરામ રોયના રિમાન્ડની માંગણી કરી ન હતી. પાંચેય લોકો હાલ ગોધરા સબ જેલમાં બંધ છે.

CBI લાતુર જઈ શકે છે

મહારાષ્ટ્રમાં નીટ પેપર લીક કેસમાં CBIની ટીમ આજે લાતુર પહોંચી શકે છે. મહારાષ્ટ્ર સરકારે લાતુર પેપર લીક કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. એક અધિકારીએ જણાવ્યું કે સીબીઆઇ અધિકારીઓએ તપાસ કરી રહેલી પોલીસ ટીમ સાથે વાત કરી છે. ટીમ આજે લાતુર પહોંચીને જરૂરી દસ્તાવેજો એકત્ર કરી શકે છે. આ મામલામાં અત્યાર સુધીમાં લાતુરમાંથી બે શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બે આરોપીઓ ફરાર છે, તેમની શોધ ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button