આમચી મુંબઈ

Good News: મુંબઈમાં ઘર લેવાનું દરેકનું સપનું થશે સાકાર…

મુંબઈઃ મુંબઈમાં પોતાનું હકનું એક ઘર હોય એવી દરેકની ઈચ્છા હોય છે અને ટૂક સમયમાં જ મુંબઈગરાનું આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. મુંબઈના 1900 ઘર માટે જુલાઈ મહિનામાં જાહેરાત કરીને ઓગસ્ટમાં લોટરી કાઢવાની તૈયારી મ્હાડા દ્વારા કરવામાં આવ્યો છે. મ્હાડાના ઘરની લોટરીની રાહ જોઈ રહ્યા છે એમના માટે આનંદના સમાચાર છે.

મુંબઈમાં ઘર લેવું એ મધ્યમવર્ગીય લોકોના ગજા બહાર જતું રહ્યું છે. વનબીએચકે ઘરની કિંમત પણ એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે એમાં પણ મોકાની જગ્યાએ ઘર લેવું એ તો કોઈને પણ પોષાય એવું નથી. જેને કારણે નાગરિકો મ્હાડાની લોટરીની રાહ જોતા હોય છે. મ્હાડા મુંબઈ સહિત રાજ્યના અનેક શહેરોમાં ઘર ઉપલબ્ધ કરાવીને આપવામાં આવે છે. આ ઘર સસ્તા ભાવના અને મોકાની જગ્યાએ હોવાને કારણે તમામ લોકોને પોષાય છે. મ્હાડાના મુંબઈ મંડળે ઓગસ્ટ, 2023માં મુંબઈની આશરે ચાર હજાર ઘર માટે લોટરી કાઢી હતી અને એ માટે સવા લાખ અરજીઓ આવી હતી.

આ પણ વાંચો : NEET paper leak case: સાકીનાકાનું NEET કાઉન્સેલિંગ સેન્ટર થઇ ગયું ગાયબ, માલિક ફરાર

ઓગસ્ટ, 2023માં મ્હાડાએ ગોરેગાંવ, વિક્રોલી ખાતે ઘર માટે લોટરી બહાર કાઢી હતી અને ત્યાર બાદ 2024 માટે મ્હાડાની લોટરી ક્યારે કાઢવામાં આવશે એની રાહ જોવાઈ રહી હતી. હવે આખરે મ્હાડા દ્વારા 1900 ઘર માટે લોટરી કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ શહેર અને ઉપનગરમાં આ ઘર તમામ વર્ગના લોકો માટે રહેશે. જુલાઈમાં આ ઘર માટે લોટરીની જાહેરાત કરવામાં આવશે અને ઓગસ્ટમાં લોટરી કાઢવામાં આવશે, એવી માહિતી સામે આવી રહી છે. પરંતુ આ ઘર ક્યાં ક્યાં હશે એના વિશે કોઈ માહિતી મળી નથી રહી.

ગોરેગાંવ પ્રેમનગર ખાતે આશરે 322 હાઈફાઈ ઘર તૈયાર કરવામાં આવશે. આ ઘર 800 અને 1000 ચોરસ ફૂટના છે. આ ઘરનો પણ મ્હાડાની ઓગસ્ટમાં લોટરી કાઢવામાં આવનારા ઘરમાં સમાવેશ થાય છે. જોકે, હજી સુધી આ ઘરની કિંમત શું હશે એ બાબતે પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button