ટોપ ન્યૂઝનેશનલ

Sonia Gandhi એ NEET, ઇમરજન્સી અને લોકસભા પરિણામ મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કર્યા

નવી દિલ્હી : કોંગ્રેસ(Congress)સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ (Sonia Gandhi)વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે એક અખબારમાં લખેલા લેખમાં નીટ (NEET)પરીક્ષામાં ગેરરીતિ અંગે કહ્યું હતું કે, પરીક્ષા પર ચર્ચા કરનારા પીએમ મોદી પેપર લીક પર મૌન સેવી રહ્યા છે. આ પરીક્ષાએ દેશભરના અનેક પરિવારોને નુકશાન કર્યું છે.

ત્રણ વર્ષમાં કોંગ્રેસને એટલી જંગી બહુમતી મળી

સોનિયા ગાંધીએ લોકસભામાં ઇમરજન્સી પર મોદી સરકારના પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપી હતી. સોનિયાએ કહ્યું કે, 1977ની ચૂંટણીમાં લોકોએ ઈમરજન્સી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. જેને ખચકાટ વિના સ્વીકારવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ વર્ષમાં કોંગ્રેસને એટલી જંગી બહુમતી મળી જે PM મોદીની પાર્ટી આજ સુધી હાંસલ કરી શકી નથી.

આ પણ વાંચો…
Maharashtra Congressમાં ઉથલપાથલ: દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી હટાવવાની માગણી

પીએમ મોદી જનાદેશ સમજી શક્યા ન હતા : સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ કહ્યું કે, ચૂંટણી પરિણામો પીએમ મોદી માટે વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હારના સંકેત છે. જનાદેશે નફરત અને વિભાજનની રાજનીતિને નકારી કાઢી છે. પણ પીએમનું વર્તન એવું છે કે જાણે કંઈ બદલાયું નથી તેઓ સર્વસંમતિની વાત કરે છે પરંતુ તે સંઘર્ષને પ્રોત્સાહન આપે છે. એવું લાગતું નથી કે તે જનાદેશને સમજયા છે.

સોનિયાએ કહ્યું, “ડેપ્યુટી સ્પીકર પદની વિપક્ષની માંગણી સ્વીકારવામાં આવી ન હતી. પીએમ અને તેમની પાર્ટી દ્વારા કટોકટી ખોદી કાઢવામાં આવી હતી. સ્પીકરને પણ આમાં સામેલ કરવામાં આવ્યા હતા, જે તટસ્થતા માટે જાણીતી પોસ્ટ છે. આ તમામ પરસ્પર સન્માનની આશા છે. અને સાથે મળીને એક નવી શરૂઆત કરવામાં આવી છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન ગરિમાની અવગણના કરી

સોનિયા ગાંધીએ કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાને તેમની ગરિમા અને જવાબદારીની અવગણના કરી અને સાંપ્રદાયિક જૂઠ્ઠાણા ફેલાવ્યા, જેનાથી સામાજિક માળખાને ઘણું નુકસાન થયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button