કોફેટેમાં હવા કે સાથ સાથ…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
ઘણીવાર આપણે જે વાત પર અત્યંત ઉત્સાહમાં આવી ગયાં હોઇએ એ જ વાત પર બીજાન્ો ચીઢ ચઢતી હોય ત્ોવું પણ બનતું હોય છે. ત્ોમાંય મન્ો તો જ્યાં પણ જાઓ ત્યાંનો ઇતિહાસ, આર્કિટેક્ચર, કોશ્ચુમ, લેન્ડસ્કેપ બધું જરા પણ નવું લાગ્ો તો ત્ો વાતની હું જે પણ મળે ત્ોની સાથે લાંબી ચર્ચા કરવામાં લાગી જાઉં. થોડાં વર્ષો પહેલાં ઝ્યુરિકમાં બર્નિંગ સ્નોમેન જોયો હતો ત્યારથી દરવર્ષે ત્ોનો સમય આવે ત્યારે ત્ોન્ો હું યાદ તો કરી જ લઉં. ત્ોમાંય હવે તો ઝ્યુરિકમાં થોડાં મિત્રો પણ રહે છે. આ વર્ષે ત્યાં રહેતા મિત્ર નિકોલાસ્ો કહૃાું કે સદીઓથી ચાલતી આવતી એ પરંપરા આ વખત્ો કોઈ ખાસ કારણ વિના કેન્સલ કરી દેવાઈ છે. ત્યારથી સ્વિત્ઝરલેન્ડના વેધરની વાટ લાગ્ોલી છે. આ સ્નોમેનના માથા સુધી આગ પહોંચતાં જેટલી વાર લાગ્ો, ઉનાળો એટલો જ સારો નીકળે. હવે સ્વિત્ઝરલેન્ડનો ઉનાળો તો ભગવાન ભરોસ્ો જ છે એવું સમજો ન્ો.
જોકે વાત ત્યાં પતી નહીં. નિકોલાસ અત્યંત નિખાલસ થઈ ન્ો કહે કે ઉનાળો ભલે બગડતો, એ જુનવાણી પ્રથા બંધ થઈ ત્ો સારું જ છે. આવી જુનવાણી પ્રથાઓમાં માત્ર ઝ્યુરિકની ખાસ ગિલ્ડનો ભાગ હોય ત્ોવાં સ્વિસ ઉમરાવોનાં પરિવારો જ ભાગ લઈ શકતાં. ત્ોમની પરેડ માટે થઈન્ો ઠંડીમાં થથરવા કોણ જાય. ઓલ્ડ મનીનો એવો દેખાડો તો બંધ થઈ જ જવો જોઈએ. જોકે હું તો મધ્યયુગીન પોષાકોમાં ગિલ્ડનાં લોકોન્ો જોઈન્ો ભાવવિભોર થઈ ગઈ હતી. ત્ોનું મુખ્ય કારણ તો એ દૃશ્યની નવીનતા જ હતી. નિકોલાસ્ો ત્ોમના વિષે વિગત્ો વાતો કરી પછી જાણે આવી ઘણી માણેલી બાબતો પર પ્રશ્ર્ન થવા લાગ્ોલો. ફુઅર્ટેવેન્ટુરાના કોફેટે વિસ્તારમાં કુદરત વચ્ચે કોઈ સાંસ્કૃતિક અનુભવન્ો મિસઇન્ટરપ્રિટ કરવાનો તો સમય નહોતો આવવાનો, પણ જ્યારે આપણે કોઈ સ્થળે જઈન્ો નવીનતાથી ચોંકી જઈએ એવું જ ત્યાંનાં સ્થાનિક લોકોન્ો લાગતું હશે કે નહીં ત્ો પ્રશ્ર્ન છે.
ફુઅર્ટેવેન્ટુરાનાં સ્થાનિક લોકોન્ો ત્યાંના પહાડો સર કરવામાં કોઈ રસ નથી. ખરું કહું તો અહીં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીન્ો બાદ કરતાં ત્યાં ઘરો પણ મર્યાદિત હતાં. ત્ો સમયે હજી અમે કોફેટેમાં જે પહાડ સર કરવા ગયા હતા ત્ોનો અંત આવવાન્ો વાર હતી. અહીં કોફેટેની બીજી તરફ એક વિન્ટર વિલા નામે રહસ્યમય વિલા છે. ત્ો સિવાય અહીં દૂર દૂર સુધી કોઈ જ નહોતું દેખાતું. અમારી આગળ નીકળેલાં લોકો તો બીજી તરફ ઊતરીન્ો ક્યાંય ગાયબ થઈ ગયાં હતાં. એવામાં જેમ જેમ ટોચ નજીક આવી ત્ોમ ખરી હવા ખાવા મળી. પહેલાં તો એક લેડીઝ હાઇકિંગ ટોપી ઊડીન્ો અમારી તરફ આવી. એ ટોપી તો અમે ત્ોના માલિક્ધો પાછી આપવા લીધી જ, ઉપરાંત અમે અમારી ટોપીઓ કાઢીન્ો મૂકી દીધી. દરેક પગલાં સાથે પવનના સુસવાટા વધતા જતા હતા. એટલું જ નહીં, સાવ ટોચ પર પહોંચ્યાં પછી તો પોત્ો પણ ઊડી ન જવાય ત્ો રીત્ો પગ જમીનમાં ખૂંપીન્ો ઊભાં રહી જવું પડતું. એક ઓલ્ડ લેડીન્ો ટોપી પાછી આપી અન્ો ત્ોણે અમારો એક ફોટો પાડી આપ્યો. પ્રોપર બોડી સ્ોટ કર્યા વિના અહીં ખરેખર પડી જવાય ત્ોવું હતું. અમે ઊડતા વાળ અન્ો પહેરેલાં કપડાં ઊડતાં દેખાયા વિના એક પણ ફોટો પાડી શક્યાં નહીં, અન્ો ત્ોની પણ મજા હતી.
ફુઅર્ટેવેન્ટુરાની જરા પણ રોકાવાનું મન ન હોય ત્ોવી હવાનો કોઈ ઉપાય ન હતો. કાં તો હવાની દિશા વચ્ચે પહાડ કે દીવાલ હોવી જરૂરી હતી, અથવા હવાની સાથે ચાલવું ફરજિયાત જ હતું. પ્ોલાં માજી એકલાં કેમ નીકળ્યાં છે એ અમે ત્ોમન્ો પ્ાૂછી તો ન શક્યાં પણ ત્ોઓ એકલાં ક્યાંય પણ પહોંચવા માટે સક્ષમ લાગતાં હતાં એટલે અમે પણ અમારે રસ્ત્ો પાછાં નીકળ્યાં. હવાની સાથે અહીં સમુદ્ર અન્ો પહાડોનો જે વ્યુ હતો ત્ોની સાથે બીજું કશું સરખાવી શકાય ત્ોવું નથી. એ તરફ એક નાનકડો વિલા પણ છે. આ વિન્ટર વિલા નામની ઇમારત કયા વર્ષમાં બંધાઇ છે ત્ોના પર ઘણા વિવાદ છે. ત્ો બીજા વિશ્ર્વયુદ્ધ પહેલાં બન્યું હશે ત્ો નક્કી છે. ખાસ તો એટલા માટે પણ કે ત્ો દરમ્યાન આ ઘરના નાઝી સ્ૌનિકો જેલ તરીકે ઉપયોગ કરતા હતા. અન્ો અહીં પહોંચવાનું જેટલું મુશ્કેલ છે ત્ો વિચારો તો લાગ્ો કે જેલ માટે આ સારી જગ્યા છે. અહીંથી માણસ ભાગીન્ો જાય તો ક્યાં જાય. જોકે અમે પાંચ કિલોમીટર દૂર પાર્ક કરેલી કાર લઇન્ો અહીંથી છટકી જવાનાં હતાં, એટલે ખરા કેદીઓન્ો પણ કોઈ સપોર્ટ હોય તો નીકળી તો શકાતું જ હશે.
એ ઘરન્ો અંદરથી જોવાનું તો શક્ય નથી પણ અમે ત્ોની આસપાસ આંટો માર્યો. ત્ોની આસપાસ ખરેખર રહસ્યમય વાઇબ હતા. અહીં સુધી કાર લઈન્ો આવવાનો તો કોઇ જ રસ્તો નથી. ત્યાંના માલિકોન્ો પણ અમે જ્યાં પાર્કિંગ કરેલું ત્યાં જ પાર્ક કરીન્ો આવવું પડતું હતું. આ વિલા વિષે ભૂતકાળમાં એક ડોક્યુમેન્ટ્રી પણ બની ચૂકી છે અન્ો ત્ોમાં ત્યાંના માલિક મિસ્ટર ફુમેરોએ વિલાના નાઝી ક્ધોક્શનની વાતો પણ કરી જ છે. અમે ત્ો સમયે વિલા પાસ્ો થઈન્ો બીજી તરફ ઊતરી તો ગયાં પણ પાછાં ફરવામાં મનન્ો ઘણું મોટિવેટ કરવું પડ્યું. ખાસ તો એટલા માટે પણ કે ત્યાં ન કોઈ ઉબર આવી શકે ત્ોમ હતી ન કોઈ બસ. અહીં કોઈ ઇમર્જન્સી હેલિકૉપ્ટર સુવિધાનું પણ બોર્ડ ન હતું. એવામાં દરિયાની મજા લઈન્ો આ પાર્કો રિઝર્વેશન જાન્ડિયાના કોફેટે બીચ અન્ો હાઇક પર અમે ધાર્યાં કરતાં જરા વધુ પડતી જ મજા કરી લીધી. અન્ો આમ જોવા જાઓ તો ત્યાં થોડાં ખડકો, બકરીઓ, એક જુનવાણી વિલા અન્ો દરિયા સિવાય માત્ર હવા જ હવા હતી. સ્વાભાવિક છે અમે બીજા કોઈ પ્રવાસ દરમ્યાન કરી હોય કે નહીં, અહીં હવાફેર જરૂર કરી આવેલાં.
પહાડથી પાછાં કાર તરફ આવવામાં ફોન પર મ્યુઝિક વગાડ્યું. ક્લાસિકલ રોકનાં ગીતો સાથે રસ્તો જરા જલદી નીકળી ગયો. હવે મોરો જાબલે શું બલા છે ત્ો જોવા જવાનું હતું.