OMG બે અલગ અલગ પુરુષોથી ગર્ભવતી થશે B-Townની આ એક્ટ્રેસ…
હેડિંગ વાંચીને ચોંકી જવાની જરૂર નથી. અમે અહીં રિયલ નહીં રીલ લાઈફ સ્ટોરીની વાત કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે વિક્કી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ બેડ ન્યુઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રોમેન્ટિક કોમેડીની સાથે સાથે જ લવ ટ્રાયેન્ગલ પર આધારિત આ ફિલ્મની વાર્તા એકદમ અનોખી છે.
ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા અને હવે ફેન્સનો આ ઈંતેજાર પૂરો થયો છે. મેકર્સે પોતાની ફિલ્મની સ્ટોરીની એક ઝલક ટ્રેલરમાં જ દેખાડી દીધી છે અને એમાં જોવા મળી રહ્યું છે કે તૃપ્તિ ડિમરી એક જ સમયે બે અલગ અલગ પુરુષોથી ગર્ભવતી થઈ જાય છે.
આ પણ વાંચો : હળવા અંદાજમાં સસ્પેન્સ પીરસતી ‘રૌતુ કા રાઝ’
ટ્રેલરની શરૂઆત જ તૃપ્તિના કેરેક્ટરથી થાય છે અને જે નેહા ધુપિયાને જણાવે છે કે તે ગર્ભવતી છે, પણ તેને નથી ખબર કે થનારા બાળકનો પિતા કોણ છે. ક્લિનિકમાં ડોક્ટર તેને પેટર્નલ ટેસ્ટ કરવાનું સૂચન કરે છે. જ્યારે તૃપ્તિ પોતાના પાર્ટનર વિક્કીને આ ન્યુઝ આપે છે તો તે ખુશ થઈ જાય છે, પણ જ્યારે તૃપ્તિ એને પેટર્નલ ટેસ્ટ કરાવવા જણાવે છે તો તે કહે છે કે એની કોઈ જરૂર નથી, કારણ કે આ બાળકનો પિતા છે. જોકે, તૃપ્તિ કહે છે કે શક્ય છે કે આ બાળકનો પિતા કોઈ બીજો હોય અને બસ અહીંથી વીડિયો ફ્લેશબેકમાં જાય છે, જ્યાં તે અને એમી નશામાં હોય છે અને ઈન્ટિમેટ થઈ જાય છે. બાદમાં બંને જ જણ ટેસ્ટ કરાવે છે.
ટેસ્ટ બાદ ડોક્ટર આ કિસ્સાને હેટેરોપેટર્નલ સુપરફેકંડેશનમાં ખપાવે છે, કારણ કે એમને ખબર પડે છે કે એક જ સમયે બે એગ ફર્ટાઈલ થાય છે એટલે વિક્કી અને એમી બંને તૃપ્તિના બાળકના પિતા છે. અહીંથી રામાયણ શરૂ થાય છે અને બે પુરુષો વચ્ચેનો ટકરાવ જોવા મળે છે. જોકે, ગર્ભાવસ્થાને ધ્યાનમાં લઈને ત્રણે જણ સાથે રહેવાનું નક્કી કરે છે. પરંતુ વિક્કી અને એમી વચ્ચે એ વાતને લઈને રસાકસી ચાલે છે કે બંનેમાંથી કોણ સારો પિતા બનશે? અને હસવાનો માહોલ બને છે….