એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ટોણો: કેટલાકે અઢી વર્ષ પહેલાં જ લાડકા બેટા યોજના લાગુ કરી
મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા લાડકી બહેન યોજના લાગુ કરવામાં આવી તે સંદર્ભે પુછવામાં આવેલા એક સવાલ દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું કે લાડકી બહેન યોજના માટે અમારી ટીકા કરનારા કેટલાક લોકોએ લાડકા બેટા યોજના અઢી વર્ષ પહેલાં જ લાગુ કરી નાખી હતી તેનું શું?
અજિત પવાર કા બજેટ હૈ, દાદા વાદે કા પક્કા હૈ, એવા શબ્દોમાં તેમણે બજેટની પ્રશંસા કરતાં કહ્યું હતું કે વિદ્યાર્થીનીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે અમારું બજેટ જોઈને તેમનો ચહેરો સફેદ થઈ ગયો હતો. વિધાનસભામાં અમે જે કામ કર્યું છે તેની પહોંચ-પાવતી લોકો અમને આપશે. ઔરંગઝેબ અને યાકુબ મેમણને જે લોકોએ મનથી ફાધર માની લીધા છે તેમને ચાદર સિવાય શું દેખાવાનું છે?
આ પણ વાંચો : મહારાષ્ટ્રને નવી દિશા આપવાના નિર્ધારનું બજેટ: એકનાથ શિંદે
તેમણે એવો ટોણો માર્યો હતો કે 40 પરથી 99 પર પહોંચ્યા તેમાં ગાંડાની જેમ પેડા વહેંચવા લાગ્યા. હારી ગયા એટલે પેંડા વહેંચી રહ્યા હતા કે વિપક્ષી નેતાપદ મળ્યું એની ખુશીમાં પેંડા વહેંચી રહ્યા હતા. આમાં હસવું કે રડવું એ જ ખબર નથી પડતી.